________________
૨૩)
અધ્યાય : ૭-સૂત્ર-૩૩-૩૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૧) વિધિપૂર્વકનું દાન, અને વિધિવિનાનું દાન (૨) ઉત્તમદ્રવ્ય આપવું અને તુચ્છદ્રવ્ય આપવું, (૩) આપનાર દાતાના સારા-નરસા પરિણામો અને (૪) લેનાર ભિક હોય, સાધુ હોય કે તીર્થંકર પ્રભુ હોય એમ પાત્ર વિશેષ આ પ્રમાણે ઉપરના ચાર કારણોથી ફળમાં તફાવત છે. (૧) વિધિપૂર્વક (યોગ્ય કાળે અપાય, બહુમાનીય વ્યક્તિ ઉપર
બહુમાનપૂર્વક, અનુકંપ્ય વ્યક્તિ ઉપર અનુકંપાપૂર્વક, તથા જેને યોગ્ય જે હોય તે વ્યક્તિને તે વસ્તુ ઇત્યાદિ વિવેકપૂર્વક) દાન આપવામાં આવે તો અધિક ફળ, અને આવી વિધિ
વિના જેમ તેમ દાન આપવામાં આવે તો સામાન્ય ફળ જાણવું. (૨) મેવા-મીઠાઈ અને પાક જેવું ઉત્તમદ્રવ્ય દાનમાં અપાય તો
શ્રેષ્ઠ ફળ જાણવું અને વધેલું, એઠું જુઠું અથવા ખીચડા
ખીચડી જેવું સામાન્ય દ્રવ્ય અપાય તો સામાન્ય ફળ જાણવું. (૩) દાન આપનાર દાતાના પરિણામ જીર્ણશેઠની જેમ ચઢતા
હોય તો ઉત્તમફળ સમજવું. અને કપિલા દાસીના જેવા
પરિણામ હોય તો સામાન્યફળ જાણવું. (૪) દાન લેનાર પાત્ર ભિક્ષુકાદિ અનુકંપ્ય હોય, સાધર્મિક
શ્રાવકાદિ હોય, સર્વવિરતિધર સાધુ આદિ હોય, અથવા ગણધર ભગવંત કે તીર્થકર ભગવંત હોય તો ક્રમશ: અધિક અધિક ફળ જાણવું. ૭-૩૪.
સાતમો અધ્યાય સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org