________________
૨૩ર
અધ્યાય : ૮-સૂત્ર-૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૪) કષાય= ક્રોધ-માન-માયા અને લોભને વશ થવું. સંક્લેશ
કરવો. રાગાદિને વશ થવું. આવેશમાં આવવું. (૫) યોગ= મન-વચન-કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિ. આ પાંચ
કારણોથી (બંધહેતુઓથી) જીવ કર્મ બાંધે છે.
આ પાંચ કારણોમાં મિથ્યાદર્શન પહેલા ગુણઠાણા સુધી, અવિરતિ ચોથા ગુણઠાણા સુધી, પ્રમાદ છઠ્ઠા ગુણઠાણા સુધી, કષાય દશમાં ગુણઠાણા સુધી, અને યોગ તેરમા ગુણઠાણા સુધી બંધહેતુ હોય છે. ક્રમશઃ અધિક અધિક ગુણસ્થાનક સુધી છે. તેથી જ સૂત્રમાં આ ક્રમ જણાવ્યો છે. ૮-૧.
सकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते ८-२ સકષાયવાજીવ: કર્મણો યોગ્યાનું પગલાનાદત્તે ૮-૨ સકષાયતાત્ જીવઃ કર્મણ યોગ્યાનું પુગલાન્ આદતે ૮-૨
સૂત્રાર્થ : સંસારી જીવ કષાયવાળો હોવાથી કર્મને યોગ્ય પગલોને ગ્રહણ કરે છે. ૮-૨
ભાવાર્થ- આ જીવ કષાયવાળો હોવાથી કર્મોને યોગ્ય પગલોને ગ્રહણ કરે છે. કષાય એ જ કર્મબંધનું મુખ્ય કારણ છે. તેનાથી આ જીવ કાર્મણવર્ગણાને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી તેને જ કર્મરૂપે પરિણમાવે છે. અને કષાયને અનુસારે તેમાં સ્થિતિ તથા રસનો અનુબંધ કરે છે. તેથી કષાય એ બંધનો મુખ્ય હેતુ છે. ૮-૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org