SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૩૧ ૨૨૭ સૂત્રાર્થ : સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન, પરવ્યપદેશ, માત્સર્ય અને કાલાતિક્રમ આ પાંચ અતિથિસંવિભાગ વ્રતના અતિચારો છે. ૭-૩૧ ભાવાર્થ- અતિથિ સંવિભાગવત :- એક રાત્રિદિવસનો પૌષધ કરીને પારણામાં એકાસણું કરવું. તેમાં અતિથિને વહોરાવીને અથવા કોઈ મહાત્મા પુરુષને જમાડીને તે જ વસ્તુથી પછી જમવું. તે અતિથિસંવિભાગ નામનું બારણું વ્રત છે. વહોરાવતી વખતે અને જમાડતી વખતે પાંચ અતિચારો વર્જવા જોઇએ. (૧) સચિત્તનિક્ષેપક વહોરાવવા યોગ્ય અચિત્ત વસ્તુ ન આપવાની બુદ્ધિથી સચિત્ત વસ્તુ ઉપર મૂકી દેવી. જેમ કે દૂધની તપેલી સગડી ઉપર કે ચાલુ ગેસના ચૂલા ઉપર મુકવી. (૨) સચિત્તપિધાન=વહોરાવવા યોગ્ય વસ્તુને સચિત્તવસ્તુથી ઢાંકી દેવી. જેમ કે દૂધની તપેલી ઉપર લીંબુ વિગેરે મૂકવું. (૩) પરવ્યપદેશ= પોતાની વસ્તુને પારકી કહી ન વહોરાવવી, અને પારકી વસ્તુને વહોરાવવા માટે પોતાની કહીને આપી દેવી, આવો પરવ્યપદેશ કરવો. (૪) માત્સર્ય=ઈર્ષ્યા, મનમાં દાઝ, અન્તર્વેષ રાખીને દુઃખાતા મને આપવું. (૫) કાલાતિક્રમ= વહોરાવવાનો કાળ વીતિ ગયા પછી બોલાવવા જવું વગેરે. બારમા અતિથિ સંવિભાગ વ્રતના આ પાંચ અતિચારો ટાળવા. ૭-૩૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy