________________
૨૨૬ અધ્યાય : ૭-સૂત્ર-૩૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર
ભાવાર્થ - ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત - એકવાર વપરાય તે ઉપભોગ, અને વારંવાર વપરાય તે પરિભોગ, તેનું માપ ધારવું તે અગિયારમું વ્રત. તેના પણ પાંચ અતિચારો વર્જવા. (૧) સચિત્ત આહાર= જીવવાળી જે વસ્તુ તેને સચિત્ત
કહેવાય. તેનો આહાર કરવો. જેમકે દાડમ, લીંબુ, કેરી,
કાચું મીઠું, પપૈયું, કાચું પાણી વગેરે. (૨) સચિત્ત સંબદ્ધ આહાર= સચિત્તની સાથે સંબંધવાળું
ખાવું. જેમ બોર વગેરે. (૩) સચિત્ત સંમિશ્ર આહાર= સચિત્ત વસ્તુથી મિશ્ર થયેલ
આહાર વાપરવો જેમ લીંબુના રસવાળું શાક વાપરવું વગેરે. (૪) અભિષવ આહાર= વાસી આહાર ખાવો, બોળ, અથાણું
ખાવું, અથવા મદિરા આદિ માદક આહાર લેવો. (૫) દુષ્પક્વ આહાર= બરાબર નહીં રંધાયેલો કાચો-પાકો
જે આહાર હોય તે ખાવો.
ઉપભોગ પરિભોગ પરિમાણ નામના અગિયારમા વ્રતના આ પાંચ અતિચારો વર્જનીય છે. ૭-૩૦.
सचित्तनिक्षेप-पिधान-परव्यपदेश-मात्सर्य-कालातिक्रमाः સચિત્તનિક્ષેપ-પિધાન-પરવ્યપદેશ-માત્સર્ય-કાલાતિક્રમાઃ ૩૧ સચિત્તનિક્ષેપ-પિધાન-પરવ્યપદેશ-માત્સર્ય-કાલ-અતિક્રમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org