________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૨૬
૨૨૧ ઘરની ભૂમિ બહાર જવું નહીં. અથવા પોળ (ગલી-શેરી) બહાર જવું નહીં. આવા દિશાના અત્યન્તસંક્ષેપને આ વ્રત કહેવાય છે. તેથી જ નીચેના પાંચ અતિચારો તેમાં સંભવે છે. આ નિયમ લીધા પછી તેને પાળવા માટે ૮/૧૦ સામાયિક કરાય છે. પરંતુ સામાયિક માત્ર કરવાં તે આ વ્રત નથી. સામાયિક કરવાનો વ્યવહાર આ નિયમના પાલનનો ઉપાય માત્ર છે. તેવું વ્રત લીધા પછી નીચેના પાંચ અતિચારો લગાડવા જોઇએ નહીં. (૧) આનયનપ્રયોગ= ધારેલા ક્ષેત્રના પ્રમાણની બહારથી
કંઈપણ મંગાવવું. (૨) પ્રેધ્યપ્રયોગ= ધારેલા ક્ષેત્રના પ્રમાણથી બહાર કોઈપણ
ચીજ મોકલવી. (૩) શબ્દાનુપાતઃખોંખારો, ઉધરસ, છીંક ખાઈને અથવા
કોઈપણ પ્રકારનો શબ્દ કરીને પોતાના તરફ બહારનાનું
ધ્યાન દોરવું. (૪) રૂપાનુપાત= બારીમાંથી, અગાસીમાંથી મોટું દેખાડી
પોતાના તરફ બહારનાનું ધ્યાન દોરવું. (૫) પુદ્ગલપ્રક્ષેપત્ર બહાર ઉભેલી વ્યક્તિ ઉપર કાંકરો,
પત્થરાદિ કોઈ વસ્તુ નાખી પોતાના તરફ તેનું ધ્યાન દોરવું, કાચવડે સૂર્યનો પ્રકાશ નાખવો વગેરે.
આ દેશાવકાસિક નામના સાતમા વ્રતના પાંચ અતિચારો વર્જવા. ૭-૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org