________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૨૮
૨૨૩ વગેરે દળવા, ખાંડવા અને મારવાનાં શસ્ત્રો ભેગાં કરવાં.
આવશ્યક્તા કરતાં અધિક રાખવાં. (૫) ઉપભોગાધિકત્વ=શરીરની ટાપટીપ-શણગારનાં ઘણાં
સાધનો રાખવાં. બાથરૂમમાં શણગાર માટે ઘણી જાતની ચીજો રાખવી વગેરે.
આ આઠમા અનર્થદંડ વિરમણ વ્રતના પાંચ અતિચારો વર્જવા. ૭-૨૭.
योगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्थापनानि ૭-૨૮ યોગદુષ્પણિધાનાનાદરઋત્યનુપસ્થાપનાનિ ૭-૨૮ યોગ-દુષ્પણિધાન-અનાદર-સ્મૃતિ-અનુપસ્થાપનાનિ ૭-૨૮
સૂત્રાર્થ : મન, વચન અને કાયાના યોગોનો દુરુપયોગ તથા અનાદર અને મૃત્યનુપસ્થાપન આ પાંચ સામાયિકવ્રતના અતિચારો છે. ૭-૨૮
ભાવાર્થ :- સામાયિક વ્રત એટલે “મહીનામાં અમુક સામાયિક કરવાં” એવું નવમું સામાયિકવ્રત. તેના નીચે મુજબ પાંચ અતિચારો વર્જવા જોઇએ. (૧-૨-૩) યોગદુપ્પણિધાન= મન-વચન-અને કાયા એમ ત્રણે
પ્રકારના યોગોમાં ખોટા વિચારો કરવા, અસભ્યભાષણ કરવું, કાયાનું કલુષિતપણું રાખવું વગેરે. આ રીતે મન, વચન અને કાયાના યોગોનો દુરુપયોગ કરવો તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org