SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૨૮ ૨૨૩ વગેરે દળવા, ખાંડવા અને મારવાનાં શસ્ત્રો ભેગાં કરવાં. આવશ્યક્તા કરતાં અધિક રાખવાં. (૫) ઉપભોગાધિકત્વ=શરીરની ટાપટીપ-શણગારનાં ઘણાં સાધનો રાખવાં. બાથરૂમમાં શણગાર માટે ઘણી જાતની ચીજો રાખવી વગેરે. આ આઠમા અનર્થદંડ વિરમણ વ્રતના પાંચ અતિચારો વર્જવા. ૭-૨૭. योगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्थापनानि ૭-૨૮ યોગદુષ્પણિધાનાનાદરઋત્યનુપસ્થાપનાનિ ૭-૨૮ યોગ-દુષ્પણિધાન-અનાદર-સ્મૃતિ-અનુપસ્થાપનાનિ ૭-૨૮ સૂત્રાર્થ : મન, વચન અને કાયાના યોગોનો દુરુપયોગ તથા અનાદર અને મૃત્યનુપસ્થાપન આ પાંચ સામાયિકવ્રતના અતિચારો છે. ૭-૨૮ ભાવાર્થ :- સામાયિક વ્રત એટલે “મહીનામાં અમુક સામાયિક કરવાં” એવું નવમું સામાયિકવ્રત. તેના નીચે મુજબ પાંચ અતિચારો વર્જવા જોઇએ. (૧-૨-૩) યોગદુપ્પણિધાન= મન-વચન-અને કાયા એમ ત્રણે પ્રકારના યોગોમાં ખોટા વિચારો કરવા, અસભ્યભાષણ કરવું, કાયાનું કલુષિતપણું રાખવું વગેરે. આ રીતે મન, વચન અને કાયાના યોગોનો દુરુપયોગ કરવો તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy