SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૨૬ ૨૨૧ ઘરની ભૂમિ બહાર જવું નહીં. અથવા પોળ (ગલી-શેરી) બહાર જવું નહીં. આવા દિશાના અત્યન્તસંક્ષેપને આ વ્રત કહેવાય છે. તેથી જ નીચેના પાંચ અતિચારો તેમાં સંભવે છે. આ નિયમ લીધા પછી તેને પાળવા માટે ૮/૧૦ સામાયિક કરાય છે. પરંતુ સામાયિક માત્ર કરવાં તે આ વ્રત નથી. સામાયિક કરવાનો વ્યવહાર આ નિયમના પાલનનો ઉપાય માત્ર છે. તેવું વ્રત લીધા પછી નીચેના પાંચ અતિચારો લગાડવા જોઇએ નહીં. (૧) આનયનપ્રયોગ= ધારેલા ક્ષેત્રના પ્રમાણની બહારથી કંઈપણ મંગાવવું. (૨) પ્રેધ્યપ્રયોગ= ધારેલા ક્ષેત્રના પ્રમાણથી બહાર કોઈપણ ચીજ મોકલવી. (૩) શબ્દાનુપાતઃખોંખારો, ઉધરસ, છીંક ખાઈને અથવા કોઈપણ પ્રકારનો શબ્દ કરીને પોતાના તરફ બહારનાનું ધ્યાન દોરવું. (૪) રૂપાનુપાત= બારીમાંથી, અગાસીમાંથી મોટું દેખાડી પોતાના તરફ બહારનાનું ધ્યાન દોરવું. (૫) પુદ્ગલપ્રક્ષેપત્ર બહાર ઉભેલી વ્યક્તિ ઉપર કાંકરો, પત્થરાદિ કોઈ વસ્તુ નાખી પોતાના તરફ તેનું ધ્યાન દોરવું, કાચવડે સૂર્યનો પ્રકાશ નાખવો વગેરે. આ દેશાવકાસિક નામના સાતમા વ્રતના પાંચ અતિચારો વર્જવા. ૭-૨૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy