________________
૨૧૮
અધ્યાય : ૭-સૂત્ર-૨૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર क्षेत्रवास्तु-हिरण्यसुवर्ण-धनधान्यવાપીવાસ-પ્રાાતિમા: ૭-૨૪ ક્ષેત્રવાસ્તુ-હિરણ્યસુવર્ણ-ધનધાન્યદાસીદાસ-કુપ્યપ્રમાણાતિક્રમાઃ ૭-૨૪ ક્ષેત્રવાસ્તુ-હિરણ્યસુવર્ણ-ધનધાન્યદાસીદાસ-કુખ્યપ્રમાણાતિક્રમાઃ ૭-૨૪
સૂત્રાર્થ : ક્ષેત્ર-વાસ્તુ, હિરણ્ય-સુવર્ણ, ધન-ધાન્ય, દાસી-દાસ અને કુષ્યના પ્રમાણનું ઉલ્લંઘન કરવું તે પરિગ્રહપરિમાણ વ્રતના અતિચારો છે. ૭-૨૪
| ભાવાર્થ - પરિગ્રહ પરિમાણ વ્રત= ધન-ધાન્યાદિનું માપ ધારવું તે પાંચમું વ્રત, તેના પાંચ અતિચારો છે. (૧) ક્ષેત્ર વાસ્તુ પ્રમાણાતિક્રમ= ખુલ્લી જગ્યા, પ્લૉટ, ખેતર
તે ક્ષેત્ર, અને બાંધેલાં મકાન-દુકાનો તે વાસ્તુ, તેનું માપ ધારવું, માપ ધાર્યા પછી તેનાથી વધારે રાખવું તે
અતિચાર. (૨) હિરણ્યસુવર્ણ પ્રમાણતિક્રમ= હીરા-માણેક-મોતી, તથા
સોનું રૂપું. તેનું માપ ધારવું, તેનાથી જો વધારે રાખીએ
તો અતિચાર. (૩) ધન-ધાન્ય પ્રમાણતિક્રમ= રોકડ નાણું, બેંક બેલેન્સ, શેરી,
ડીપોઝીટો એ સઘળું ધન, અને જુદી જુદી જાતનાં અનાજો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org