________________
૨૧૬
અધ્યાય : ૭-સૂત્ર-૨૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર જેનાથી સંસારમાં આપણે ચોર કહેવાઇએ, ફોજદારી ગુહ્નો લાગુ પડે, એવી ચોરી તે મોટી ચોરી કહેવાય છે. તેનો ત્યાગ તે ત્રીજું વ્રત છે. તે ત્રીજા વ્રતના આ પાંચ અતિચારો સેવવા જોઈએ નહીં. ૭-૨૨.
परविवाहकरणेत्वरपरिगृहीतापरिगृहीतागमनानङ्गक्रीडा-तीव्रकामाभिनिवेशाः
૭-૨૩ પરવિવાહકરણેત્રપરિગૃહીતાપરિગૃહીતાગમનાનિંગક્રીડા-તીવ્રકામાભિનિવેશાઃ
૭-૨૩ પરવિવાહકરણ-ઈવરપરિગૃહીત-અપરિગૃહીતાગમનઅનંગક્રીડા-તીવ્રકામાભિનિવેશ:
૭-૨૩ સૂત્રાર્થ : પરવિવાહકરણ, ઇત્રપરિગૃહીતાગમન, અપરિગૃહીતાગમન, અનંગક્રીડા અને તીવ્રકામાભિનિવેશ આ પાંચ ચોથાવ્રતના અતિચારો છે. ૭-૨૩
ભાવાર્થ- સ્વદારાસંતોષ અથવા પરાદારાવિરમણ વ્રત. પુરુષે પોતાની પત્નીની સાથે અને પત્નીએ પોતાના પતિની સાથે વિષયસુખમાં સંતોષ માનવો, અન્યની ઇચ્છા ન કરવી, તે ચોથું સ્વદારાસંતોષવ્રત છે. -તેના પાંચ અતિચારો છોડવા જેવા છે. (૧) પરવિવાહકરણ= પ્રયોજન વિના પારકાના છોકરા
છોકરીઓના વિવાહ કરવા-કરાવવામાં ભાગ લેવો, અતિશય રસ ધરાવવો. તેઓનાં સગપણો અને લગ્ન જોડવામાં જ રસ ધરાવવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org