SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ અધ્યાય : ૭-સૂત્ર-૨૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર જેનાથી સંસારમાં આપણે ચોર કહેવાઇએ, ફોજદારી ગુહ્નો લાગુ પડે, એવી ચોરી તે મોટી ચોરી કહેવાય છે. તેનો ત્યાગ તે ત્રીજું વ્રત છે. તે ત્રીજા વ્રતના આ પાંચ અતિચારો સેવવા જોઈએ નહીં. ૭-૨૨. परविवाहकरणेत्वरपरिगृहीतापरिगृहीतागमनानङ्गक्रीडा-तीव्रकामाभिनिवेशाः ૭-૨૩ પરવિવાહકરણેત્રપરિગૃહીતાપરિગૃહીતાગમનાનિંગક્રીડા-તીવ્રકામાભિનિવેશાઃ ૭-૨૩ પરવિવાહકરણ-ઈવરપરિગૃહીત-અપરિગૃહીતાગમનઅનંગક્રીડા-તીવ્રકામાભિનિવેશ: ૭-૨૩ સૂત્રાર્થ : પરવિવાહકરણ, ઇત્રપરિગૃહીતાગમન, અપરિગૃહીતાગમન, અનંગક્રીડા અને તીવ્રકામાભિનિવેશ આ પાંચ ચોથાવ્રતના અતિચારો છે. ૭-૨૩ ભાવાર્થ- સ્વદારાસંતોષ અથવા પરાદારાવિરમણ વ્રત. પુરુષે પોતાની પત્નીની સાથે અને પત્નીએ પોતાના પતિની સાથે વિષયસુખમાં સંતોષ માનવો, અન્યની ઇચ્છા ન કરવી, તે ચોથું સ્વદારાસંતોષવ્રત છે. -તેના પાંચ અતિચારો છોડવા જેવા છે. (૧) પરવિવાહકરણ= પ્રયોજન વિના પારકાના છોકરા છોકરીઓના વિવાહ કરવા-કરાવવામાં ભાગ લેવો, અતિશય રસ ધરાવવો. તેઓનાં સગપણો અને લગ્ન જોડવામાં જ રસ ધરાવવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy