________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૨૨
૨૧૫ સ્તનપ્રયોગ-તદાઢતાદાન-વિરુદ્ધરાજ્યાતિક્રમહિનાધિકમાનોન્માન-પ્રતિરૂપકવ્યવહારાઃ ૭-૨૨
સ્તનપ્રયોગ-તદાહત-આદાન-વિરુદ્ધ રાજ્ય-અતિક્રમહીન-અધિક-માન-ઉન્માન-પ્રતિરૂપકવ્યવહારાઃ ૭-૨૨
સૂત્રાર્થ : સ્તનપ્રયોગ, તેનાહતાદાન, વિરુદ્ધ રાજ્યાતિક્રમ, હીનાધિક માનોન્માન અને પ્રતિરૂપકવ્યવહાર આ પાંચ સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રતના અતિચારો છે. ૭-૨૨
ભાવાર્થ:- સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત નામના (“મોટી ચોરી કરવી નહી”) આવા પ્રકારના ત્રીજા વ્રતના પાંચ અતિચારો છે. (૧) સ્તનપ્રયોગ= ચોરને ચોરી કરવામાં સહાય કરવી.
પરંપરાએ મદદ આપવી. ચોરીનું કાર્ય કરવામાં
અનુકૂળતા કરી આપવી. (૨) તદાહતાદાન= તેણે લાવેલો માલ ખરીદવો. (૩) વિરુદ્ધરાજ્યાતિક્રમ = રાજયવિરુદ્ધ વર્તન કરવું. તેના
નિયમો ન પાળવા. (૪) હીનાધિકમાનોન્માન = લેવા-દેવાનાં બાટ (કાટલાં)
જુદાં રાખવાં. (૫) પ્રતિરૂપકવ્યવહાર= સારી-ખોટી વસ્તુની ભેળસેળ કરવી.
સારી વસ્તુ દેખાડી, ગ્રાહકનો ઓર્ડર લઇ ખોટી વસ્તુ ભેળવીને આપવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org