________________
૨૧૪
અધ્યાય : ૭-સૂત્ર-૨૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાવાર્થ- સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત નામના (“મોટું જુઠું બોલવું નહીં”) એવા શ્રાવકના બીજા વ્રતના પણ પાંચ અતિચારો છે. (૧) મિથ્થોપદેશ= ખોટો ઉપદેશ આપવો, ખોટી શિખામણ
આપવી, ખોટી સલાહ આપવી. (૨) રહસ્યાભ્યાખ્યાન= એકાન્તમાં થયેલી વાતો જાહેર
કરવી, મિત્ર-મિત્ર વચ્ચે, પતિ-પત્ની વચ્ચે, કુટુંબની અંદર,
થયેલી વાતો જાહેર કરવી. ગુપ્ત વાત પ્રગટ કરવી. (૩) કૂટલેખક્રિયા= કૂડા લેખ લખવા, ખોટાં કાગળીયાં કરવાં,
ખોટી વકીલાત કરવી. ખોટી સહી કરવી. બીજાના
લખેલાનો ઉતારો કરી પોતાના નામે છપાવવું. (૪) ન્યાસાપહાર= કોઈની જમા થાપણ (રકમ) પચાવી
પાડવી. (૫) સાકારમ–ભેદ=બીજાની ગુપ્ત વાતો તેના આકારોથી
હાવભાવથી જાણીને બીજાને કહેવી. રાજ્યની ગુપ્ત વાતો તથા પતિ-પત્ની વચ્ચેની ગુપ્ત વાત જાહેર કરવી ઇત્યાદિ.
આ બીજા વ્રતના પાંચ અતિચારો છે તે સેવવા જોઇએ નહીં. ૭-૨૧.
स्तेनप्रयोग-तदाहृतादान-विरुद्धराज्यातिक्रमहीनाधिकमानोन्मान-प्रतिरूपकव्यवहारा:
૭-૨ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org