________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૩-સૂત્ર-૧૦ ૮૩ (૧) જેની બરાબર નાભિભાગમાં (એટલે કે જે જંબૂદ્વીપના બરાબર વચ્ચે) મેરૂપર્વત આવેલો છે. (૨) તે જંબૂદ્વીપ થાળી જેવો ગોળ છે. (૩) અને એકલાખ યોજનની લંબાઈ-પહોળાઈવાળા વિસ્તારયુક્ત છે. આવો જંબૂદ્વીપ છે. જેનું ચિત્ર ૮૨મા પાને નીચે આપેલું છે. ૩-૯.
तत्र भरतहैमवतहरिविदेहरम्यक्हैरण्यवतैरावतवर्षाः क्षेत्राणि ૩-૧૦ તત્ર ભરતહૈિમવતહરિવિદેહરમ્યહૈરણ્યવતૈરાવતવર્ષાઃ ક્ષેત્રાણિ
૩-૧૦ તત્ર ભરત-હૈમવત-હરિ-વિદેહ-રમ્યહૈરણ્યવત-ઐરાવતવર્ષા ક્ષેત્રાણિ ૩-૧૦
સૂત્રાર્થ-તે જંબૂદ્વીપમાં ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્ય, હૈરણ્યવત અને ઐરાવત એ નામવાળાં તિર્યંચ-મનુષ્યોને રહેવાનાં સાત ક્ષેત્રો છે. ૩-૧૦.
ભાવાર્થ-અસંખ્ય દ્વીપ, સમુદ્રોની બરાબર મધ્યે આવેલા આ જંબૂદ્વીપમાં દક્ષિણબાજુથી પહેલું ભરત, બીજું હૈમવત, ત્રીજું હરિવર્ષ, ચોથું મહાવિદેહ, પાંચમું રમ્ય, છઠ્ઠ હૈરણ્યવત અને સાતમું ઐરાવત એમ કુલ સાત ક્ષેત્રો છે, કે જેમાં મનુષ્યતિર્યંચો વસે છે. તે સાત ક્ષેત્રોની વચ્ચે વચ્ચે બે ક્ષેત્રોને છુટા પાડનારા એવા છ પર્વતો આવેલા છે તેને વર્ષધરપર્વત કહેવાય છે. જેનું વર્ણન હવે પછીના સૂત્રમાં આવે છે. ૩-૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org