________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૧૬ ૨૦૭
ભાવાર્થ- પાંચ અણુવ્રતો ઉપરાંત તે અણુવ્રતોની રક્ષા કરનારાં નીચે મુજબ શ્રાવકનાં બીજાં ૭ વ્રતો પણ છે. (૧) દિવિરતિ=જીવન પર્યંત ચારે દિશા-વિદિશામાં તથા
ઉપર-નીચે એમ દસે દિશાઓમાં જવા-આવવાની કરેલ મર્યાદાથી વધારે દૂર જવું આવવું નહીં. આવા પ્રકારનો
દિશાઓમાં જવા-આવવાના પ્રમાણનો નિયમ કરવો તે. (૨) દેશવિરતિક(દેશાવકાશિક) તે તે દિશામાં પણ અત્યંત સંક્ષેપ
કરવો, ધારેલી દિશાના માપથી બહાર વસ્તુ લાવવી-મોકલવી નહીં. ધારેલી દિશાથી બહારની દિશામાં રહેલી કોઈપણ
સજીવ-નિર્જીવ વસ્તુનો વ્યવહાર ન કરવો તે. (૩) અનર્થદંડવિરતિ= જરૂરીયાત વિનાનાં પાપોથી અટકવું,
બીનજરૂરી નિરર્થક પાપોનું આચરણ ન કરવું તે. (૪) સામાયિકવ્રત= સમતાભાવની પ્રાપ્તિ. કષાયોનો ત્યાગ
તે સામાયિક-વર્ષમાં અમુક સામાયિક અવશ્ય કરવાં. (૫) પૌષધોપવાસવ્રત= એક દિવસ પણ ઘરના સર્વ વ્યવસાયો
ત્યજીને ત્યાગી બની સાધુ જેવું જીવન જીવવું તે પૌષધ, તેમાં ઉપવાસ કરવો. તે પૌષધોપવાસ, વર્ષમાં અમુક
પૌષધ તો અવશ્ય કરવા જ એવો નિયમ કરવો તે. (૬) ઉપભોગ-પરિભોગ પરિમાણવ્રત= એકવાર વપરાય તેવી
વસ્તુઓ તે ઉપભોગ અને વારંવાર વપરાય એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org