________________
૨૧૩
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૨૦-૨૧ (૪) અતિભાર આરોપણ= બળદ-પાડા તથા મજુરાદિ માણસો સામાન્યથી સુખે સુખે જેટલો ભાર ઉંચકી શકે તેમ હોય, તેનાથી લોભને વશ વધારે ભાર ઉંચકાવવો. માણસો પાસે વગર પગારે કામ લેવું. ઓછો પગાર આપી વધુ કામ કરાવવું.
(૫) અન્નપાનનિરોધ= નોકર-ચાકર-પશુ-પક્ષી આદિ આપણા આશ્રિતોને અનાજ-પાણી ન આપ્યું હોય, કોઇ આપતું હોય તેને આપણે રોક્યા હોય, તેને ભૂખ્યા રાખી આપણે જમવું તે અન્નપાનનિરોધ અતિચાર.
પહેલા વ્રતના આ પાંચ અતિચારો પ્રથમવ્રતને દોષિત કરનાર છે. તેથી સેવવા જોઇએ નહીં. આ અતિચારોનો ત્યાગ કરવો જોઇએ. ૭-૨૦
मिथ्योपदेश - रहस्याभ्याख्यान - कूटलेखक्रिया - न्यासापहार - साकारमन्त्रभेदाः મિથ્યોપદેશ-રહસ્યાભ્યાખ્યાન-ફૂટલેખક્રિયા-ન્યાસાપહાર-સાકારમન્ત્રભેદાઃ મિથ્યા-ઉપદેશ-રહસ્ય-અભ્યાખ્યાન-ફૂટલેખક્રિયા-ન્યાસ-અપહાર-સાકાર મન્ત્ર ભેદાઃ ૭-૨૧
Jain Education International
૭-૨૧
સૂત્રાર્થ: મિથ્યા ઉપદેશ, રહસ્યાભ્યાખ્યાન, ફુટલેખક્રિયા, ન્યાસાપહાર અને સાકારમંત્ર ભેદ આ પાંચ સ્થૂલમૃષાવાદવિરમણ વ્રતના પાંચ અતિચારો છે. ૭-૨૧
For Private & Personal Use Only
૭-૨૧
www.jainelibrary.org