________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૧૭-૧૮ ૨૦૯
મારાન્તિ અંક્લેરનાં નોષિતા ૭-૧૭ મારણાન્તિકી સંલેખનાં જોષિતા ૭-૧૭ મારણ-અન્તિકી સંલેખનાં જોષિતા ૭-૧૭
સૂત્રાર્થ : મરણના અકાલે અગારીએ અને અણગારે સંલેખના કરવી જોઈએ. (એટલે કે વ્રતોમાંની) છુટોનો સંક્ષેપ કરવો અથવા અનશન કરવું તે. ૭-૧૭
ભાવાર્થ- સાધુએ અથવા ગૃહસ્થ મરણ નજીક આવે ત્યારે બની શકે ત્યાં સુધી અવશ્ય અનશન કરવું. ઈચ્છાપૂર્વક આહારનો ત્યાગ કરીને શરીરને વોસિરાવવું તે અનશન કહેવાય છે. અનશન એ જ સંલેખના કહેવાય છે. અથવા ઇચ્છાઓને રોકવી તે સંખના-આ ભવ અને પરભવના સુખની ઈચ્છાઓ રોકવી. ઇચ્છાઓને ટૂંકાવવાથી રાગ-દ્વેષ અને ક્લેશ ઓછા થાય છે. આર્ત-રૌદ્રધ્યાન પણ હીન થાય છે. માટે મૃત્યુ નજીક આવે ત્યારે અવશ્ય સંલેખના કરવી જોઇએ.
મૃત્યુના અંત્યકાળ સંખનાને સેવનારો આત્મા ઉત્તમાર્થનો આરાધક બને છે. ૭-૧૭.
शङ्का-काङ्क्षा-विचिकित्साऽन्यदृष्टिप्रशंसासंस्तवाः सम्यग्दृष्टेरतिचाराः
૭-૧૮ શંકા-કાંક્ષા-વિચિકિત્સા-અન્યદૃષ્ટિપ્રશંસાસંસ્તવાઃ સમ્યગ્દષ્ટ રતિચારાઃ
૭-૧૮
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org