________________
૨૦૮
અધ્યાય : ૭-સૂત્ર-૧૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર વસ્તુઓ તે પરિભોગ, જીવન પર્યન્ત અમુક-અમુક સંખ્યામાં જ વસ્તુઓનો ઉપભોગ-પરિભોગ કરવો તેનાથી વધારે વસ્તુઓનો ઉપભોગ પરિભોગ ન કરવાનો જે નિયમ તે.
(૭) અતિથિસંવિભાગ વ્રત-પૌષધ કરવા પૂર્વક ઉપવાસ કરીને
પારણામાં સાધુ મહાત્માની અથવા વિશિષ્ટ અતિથિની ભક્તિ કરીને પછી જ જમવું તે અતિથિસંવિભાગ વ્રત. (સંવિભાગ=ભક્તિ). જે વસ્તુથી અતિથિની ભક્તિ થઈ હોય તે જ વસ્તુનો ઉપયોગ કરવો. પરંતુ જે વસ્તુથી અતિથિની ભક્તિનો લાભ ન મળ્યો હોય, તે વસ્તુનો વ્યવહાર ન કરવો તે.
અહીં દેશાવકાશિકમાં વર્તમાનકાળે ૮૧૦ સામાયિક કરવાનો વ્યવહાર છે. પરંતુ પરમાર્થથી લીધેલા નિયમોનો અતિશય સંક્ષેપ કરી અતિશય ત્યાગી થઈ સાધુ જેવું જીવન જીવવું તે દેશાવકાશિક છે. આ જ અધ્યાયના ર૬મા સૂત્રમાં કહેલા આનયનપ્રયોગાદિ અતિચારો જોતાં આ વાત સમજાય તેવી છે. આ અતિશય સંક્ષેપવાળા દિશાના નિયમને પાળવા માટે અર્થાત્ આ નિયમને સાચવવા માટે વર્તમાન કાળે વ્યવહારથી વાડની જેમ ૮/૧૦ સામાયિકનું આચરણ કરાય છે.
આ પ્રમાણે શ્રાવકનાં કુલ ૫+૭=૧૨ વ્રતો છે. ૭-૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org