________________
૨૧૦
અધ્યાય : ૭-સૂત્ર-૧૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર શંકા-કાંક્ષા-વિચિકિત્સા-અન્યદૃષ્ટિપ્રશંસાસંતવાઃ સમ્યગ્દષ્ટઃ અતિચારા: ૭-૧૮
સૂત્રાર્થ : શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, અન્ય દૃષ્ટિની પ્રશંસા અને અન્ય દૃષ્ટિનો પરિચય આ સમ્યકત્વવ્રતના પાંચ અતિચારો છે. ૭-૧૮
ભાવાર્થ-હવે સમ્યકત્વના તથા ૧૨ વ્રતોના અતિચારો જણાવે છે :- વીતરાગ અને સર્વજ્ઞ એવા જે પરમાત્મા તે જ સાચા જિનેશ્વર પ્રભુ છે. તેમનાં વચનો સંપૂર્ણપણે સત્ય છે એમ જે માનવું તે સમ્યક્ત. આવા સમ્યત્વવાળા જીવને “સમ્યગ્દષ્ટિ”-સાચી દૃષ્ટિવાળો જીવ કહેવાય છે. આવા પ્રકારનું મુક્તિના બીજભૂત સમ્યકત્વ પામ્યા પછી નીચે મુજબના પાંચ દોષો સેવવા જોઇએ નહી, તે દોષી સમ્યકત્વને મલીન કરે છે. સમ્યકત્વથી પતન થવા તરફ લઈ જાય છે. માટે અતિચાર કહેવાય છે. આવા અતિચારો સેવવા યોગ્ય નથી. ત્યજવા યોગ્ય છે. (૧) શંકા-જિનેશ્વર પ્રભુના વચનોમાં શંકા કરવી તે. (૨) કાંક્ષા= ચમત્કારાદિ દેખીને બીજા ધર્મોની ઇચ્છા કરવી તે. (૩) વિચિકિત્સા તત્ત્વાતત્ત્વના વિચાર શૂન્ય આ પણ ઠીક છે
અને આ પણ ઠીક છે એવા અસ્થિરબુદ્ધિ અથવા સાધુસાધ્વીનાં મલીન શરીર-વસ્ત્રાદિ દેખી ધૃણા કરવી તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org