SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૧૬ ૨૦૭ ભાવાર્થ- પાંચ અણુવ્રતો ઉપરાંત તે અણુવ્રતોની રક્ષા કરનારાં નીચે મુજબ શ્રાવકનાં બીજાં ૭ વ્રતો પણ છે. (૧) દિવિરતિ=જીવન પર્યંત ચારે દિશા-વિદિશામાં તથા ઉપર-નીચે એમ દસે દિશાઓમાં જવા-આવવાની કરેલ મર્યાદાથી વધારે દૂર જવું આવવું નહીં. આવા પ્રકારનો દિશાઓમાં જવા-આવવાના પ્રમાણનો નિયમ કરવો તે. (૨) દેશવિરતિક(દેશાવકાશિક) તે તે દિશામાં પણ અત્યંત સંક્ષેપ કરવો, ધારેલી દિશાના માપથી બહાર વસ્તુ લાવવી-મોકલવી નહીં. ધારેલી દિશાથી બહારની દિશામાં રહેલી કોઈપણ સજીવ-નિર્જીવ વસ્તુનો વ્યવહાર ન કરવો તે. (૩) અનર્થદંડવિરતિ= જરૂરીયાત વિનાનાં પાપોથી અટકવું, બીનજરૂરી નિરર્થક પાપોનું આચરણ ન કરવું તે. (૪) સામાયિકવ્રત= સમતાભાવની પ્રાપ્તિ. કષાયોનો ત્યાગ તે સામાયિક-વર્ષમાં અમુક સામાયિક અવશ્ય કરવાં. (૫) પૌષધોપવાસવ્રત= એક દિવસ પણ ઘરના સર્વ વ્યવસાયો ત્યજીને ત્યાગી બની સાધુ જેવું જીવન જીવવું તે પૌષધ, તેમાં ઉપવાસ કરવો. તે પૌષધોપવાસ, વર્ષમાં અમુક પૌષધ તો અવશ્ય કરવા જ એવો નિયમ કરવો તે. (૬) ઉપભોગ-પરિભોગ પરિમાણવ્રત= એકવાર વપરાય તેવી વસ્તુઓ તે ઉપભોગ અને વારંવાર વપરાય એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy