________________
૧૪૫
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૨૪ શબ્દ- ભાષારૂપે બોલાતાં પુગલો. વાજીંત્રનો અવાજ,
ગર્જારવ ઈત્યાદિ પુદ્ગલનો ધર્મ છે. પરંતુ કેટલાક આકાશનો ગુણ માને છે. તે બરાબર નથી. તે શબ્દ તત, વિતત, ઘન, શુષિર, સંઘર્ષ અને
ભાષા એમ છ પ્રકારે હોય છે. બંધ - પરસ્પર ચોંટી જવું, જોડાવું, બંધાઈ જવું, એકમેક
થઈને પિંડરૂપે બનવું. જેમ કે રોટલીનો બાંધેલો લોટ, લાડવો. ઈત્યાદિ. પ્રયોગજન્ય, વિશ્રસા અને
મિશ્ર એમ આ બંધ ત્રણ પ્રકારે છે. સૌમ્ય - સૂક્ષ્મપણું-નાનાપણું - એ પણ પુદ્ગલધર્મ છે. જેમ કે
માટલી કરતાં ઘટ નાનો, ઘટ કરતાં લોટો નાનો, લોટા કરતાં ગ્લાસ, ગ્લાસ કરતાં બોર અને બોર કરતાં રજકણ નાનો છે. આ નાનાપણું પુદ્ગલનો ધર્મ છે. આ સૂક્ષ્મતા અન્ય અને અપેક્ષિત એમ બે પ્રકારની છે. અન્યસૂક્ષ્મતા પરમાણમાં અને આપેક્ષિકસૂક્ષ્મતા ચણકાદિમાં
હોય છે. સ્થૌલ્ય -મોટાપણું એ પણ પુગલનો ધર્મ છે. ઉપરનું જ
દૃષ્ટાન્ત ઉલટી રીતે જોડવાથી મોટાપણું સમજાય છે. આવી સૂક્ષ્મતા અને સ્થૂલતા પુદ્ગલ દ્રવ્યમાં જ હોય છે. સ્થૂલતા પણ ઉપર મુજબ અન્ય
અને આપેક્ષિક એમ બે પ્રકારની છે. સંસ્થાન- આકાર- ગોળ-ત્રિકોણ -ચતુષ્કોણ ઈત્યાદિ આકારો
૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org