________________
*
**
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય - ૬-સૂત્ર-૨૨
૧૮૭ સૂત્રાર્થ : યોગોની વક્રતા અને વિસંવાદન એ અશુભનામકર્મના બંધહેતુ છે. ૬-૨૧
ભાવાર્થ - મન-વચન અને કાયાના યોગોની જે વક્રતાકુટિલતા-અંદર હોય જુદા ભાવ, અને બહાર દેખાડવા જુદા ભાવ તે વક્રતા, તથા વિસંવાદન એટલે સ્વીકાર કરેલા નિયમોમાં કાલાન્તરે મરજી મુજબ ફેરફારો કરવા, ઇચ્છા મુજબ છૂટ લઈ લેવી, તે બન્ને અશુભનામકર્મ બંધાવે છે. વ્યંગ વચનો, મેણાં, ટોણાં, તથા કટાક્ષ વચનો બોલવાં તે, તથા વિનયરત્નની જેમ પાપ કાર્યો કરવા માટે ધર્મનાં કાર્યોનો આશ્રય લેવો તે બધી યોગ વક્રતા જાણવી તથા પૂર્વાપર વિરૂદ્ધ વચન અને પૂર્વાપર વિરૂદ્ધ વર્તન તે વિસંવાદન કહેવાય છે. ૬-૨૧.
વિપરીત શમી ૬-૨૨ તવિપરીત શુભસ્ય ૬-૨૨
તવિપરીત શુભસ્ય ૬-૨૨ સૂત્રાર્થ : તેનાથી વિપરીત એટલે યોગોની અવક્રતા અને અવિસંવાદન એ શુભનામકર્મના બંધહેતુ છે. ૬-૨૨
ભાવાર્થ- ઉપરોક્ત હકીકતથી સર્વથા વિપરીત એવું જે જીવન તે શુભનામકર્મના આશ્રવ છે. એટલે મન-વચન અને કાયાની સાચી પ્રવૃત્તિ, જયાં બનાવટ નથી, તથા લીધેલા નિયમોમાં ઇચ્છામુજબ ફેરફારો જ્યાં નથી એટલે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org