________________
૨૦૦
અધ્યાય : ૭-સૂત્ર-૭ તત્વાર્થાધિગમસૂત્ર પ્રમોદ, ફિલશ્યમાન જીવો ઉપર કરુણા, અને અવિનીત જીવો ઉપર માધ્યશ્મભાવના ભાવવી. એટલે કે સર્વે જીવો ઉપર મિત્રતા રાખવી, કોઈ પણ જીવ ઉપર વૈર-દ્વેષભાવ ન રાખવો. આપણાથી જે જે ગુણાધિક હોય, વડીલ હોય, ઉપકારી હોય તેના ઉપર પ્રમોદભાવ-હર્ષ રાખવો, દુ:ખી જીવો ઉપર કરુણા દયા લાગણી કરવી. અને પાપી જીવો ઉપર મધ્યસ્થતાઉદાસીનતા રાખવી. કારણ કે પાપી જીવો ઉપર ક્રોધ, આવેશ, તિરસ્કાર કે નિંદા કરવાથી તે જીવો કંઈ પાપ છોડી દેવાના નથી. અને આપણા જીવને નિરર્થક સંક્લેશ માત્ર જ થાય છે. માટે મધ્યસ્થતા રાખવી એ જ ઉપકારક છે.
આ ચારે ભાવનાઓ પણ ગ્રહણ કરેલા વ્રતોને ટકાવવાના શ્રેષ્ઠ ઉપાયો જ છે. ૭-૬.
जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् ७-७ જગત્કાયસ્વભાવ ચ સંવેગવૈરાગ્યાર્થમ્ ૭-૭ જગત્કાયસ્વભાવ ચ સંવેગ-વૈરાગ્યાર્થમ્ ૭-૭
સૂત્રાર્થ : સંવેગ અને વૈરાગ્ય માટે જગતનો સ્વભાવ અને કાયાનો સ્વભાવ વિચારવો. ૭-૭
ભાવાર્થઆત્મામાં સંવેગ (મોક્ષની અભિલાષા)ના પરિણામ તથા વૈરાગ્યના પરિણામ વૃદ્ધિ પામે એટલા માટે જગનો સ્વભાવ અને કાયાનો સ્વભાવ હંમેશાં વિચારવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org