________________
તાથધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૮
૨૦૧ જન્મ તે અવશ્ય કરે જ છે. સંયોગ હોય ત્યાં અવશ્ય કાળાન્તરે વિયોગ થાય જ છે. જે ઉગે છે તે આથમે જ છે. જે ચઢે છે. તે લગભગ પડે જ છે. એવી રીતે સુખ-દુ:ખ, ચંડતીપડતી થવી એ આ સંસારનો સહજ સ્વભાવ જ છે. એમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. આ પ્રમાણે જગસ્વભાવ વિચારવો, જેથી હર્ષ-શોક અને રાગ-દ્વેષ ન થાય. તથા શરીરના પ્રત્યેક છિદ્રોમાંથી અશુચિ જ બહાર આવે છે. ગમે તેવું શણગારેલું શરીર પણ મળ-મૂત્રથી ભરેલો કોથળો જ છે. જેના સ્પર્શમાત્રથી પણ સુગંધી વસ્તુ (વસ્ત્રાદિ) દુર્ગધવાળાં બને છે. ખાવા લાયક મોદકાદિ પણ સુગ ચડે તેવા થઇ જાય છે. આવો શરીરસ્વભાવ છે. માટે તે આત્મા! તું એમાં મોહ ન કર. આવું પ્રતિદિન વિચારવું કે જેથી સંવેગ અને વૈરાગ્યની વૃદ્ધિ થાય. આ પણ વ્રતોની સ્થિરતાના ઉત્તમ ઉપાયો જ છે. ૭-૭.
प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा ७-८ પ્રમત્તયોગાત્ પ્રાણવ્યપરોપણે હિંસા ૭-૮ પ્રમત્તયોગાત્ પ્રાણ-વ્યપરોપણે હિંસા ૭-૮ સૂત્રાર્થ પ્રમાદયોગથી પ્રાણોનો વધ કરવો તે હિંસા. ૭-૮
ભાવાર્થ- પ્રમાદના કારણે બીજા આત્માના પ્રાણોનો વિયોગ કરવો (કરાવવો) તે હિંસા કહેવાય છે. જીવોની રક્ષાનો પરિણામ ન રાખીએ અને પ્રાણોનો વિનાશ કરીએ તો હિંસા કહેવાય છે. મનથી હિંસા, વચનથી હિંસા તથા કાયાથી હિંસા, દ્રવ્ય-હિંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org