________________
૨૦૪ અધ્યાય : ૭-સૂત્ર-૧૩-૧૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર વિનાના હોવા છતાં પણ સપરિગ્રહી છે. અને તીર્થકર પરમાત્માઓ ૩૪ અતિશયોની સમૃદ્ધિવાળા હોવા છતાં પણ અપરિગ્રહી છે. પરંતુ વ્યવહારનયથી વિભૂતિ (સંપત્તિ) એ મમતાનું કારણ હોવાથી સંપત્તિને પરિગ્રહ કહેવાય છે. સંપત્તિવાળો સપરિગ્રહી અને સંપત્તિ વિનાનો અપરિગ્રહી કહેવાય છે. ૭-૧૨.
નિઃશન્યો વ્રતી ૭-૧૩ નિઃશલ્યો વ્રતી ૭-૧૩
નિઃશલ્યઃ વ્રતી ૭-૧૩ સૂત્રાર્થ : માયાદિ શલ્ય વિનાનો વ્રતધારી તે જ સાચો વ્રતી છે. ૭-૧૩
ભાવાર્થ:- જેના જીવનમાં શલ્ય નથી, કપટ નથી, માયા નથી અને હિંસાવિરમણ આદિ વ્રતો છે. તે જ આત્મા સાચો વ્રતી છે. શલ્ય ત્રણ પ્રકારનાં છે. (૧) માયાશલ્ય, (૨) નિયાણા શલ્ય, (૩) મિથ્યાત્વશલ્ય. જુઠ, કપટ એ માયાશલ્ય, ધર્મના બદલામાં સંસાર સુખની માગણી કરવી તે નિયાણા શલ્ય, અને ધર્મ પ્રત્યેની અરુચિ અને અધર્મ પ્રત્યેની રુચિ તે મિથ્યાત્વશલ્ય કહેવાય છે. શલ્ય હોય તો વ્રત એ (ફળદાયક ન હોવાથી) વ્રત કહેવાતું નથી. ૭-૧૩.
अगार्यणगारश्च
૭-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org