________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૬-સૂત્ર-૨૪
૧૯૧
(૧૬) પ્રવચનવાત્સલ્ય=જિનેશ્વરની વાણી ઉપર અનહદ પ્રેમ રાખવો. અને પ્રેમ વધે તેવાં કાર્યો કરવાં. તથા અન્યજીવોને પણ શાસનનો પ્રેમ વધે તેવા વ્યવહારો કરવા.
ઉપરોક્ત ૧૬ પ્રકારના ઉત્તમ આચરણથી આ આત્મા તીર્થંકરનામકર્મ બાંધે છે. ૬-૨૩.
परात्मनिंदाप्रशंसेसदसद्गुणाच्छादनोद्भावने च नीचैर्गोत्रस्य પરાત્મનિંદાપ્રશંસેસદસદ્ગુણાચ્છાદનોદ્ભાવને ચ નીચૈર્ગોત્રસ્ય પર-આત્મ-નિંદા-પ્રશંસેસદ્-અસદ્ગુણઆચ્છાદન-ઉદ્ભાવને ચ નીચૈર્ગોત્રસ્ય ૬-૨૪
સૂત્રાર્થ : પારકાની નિંદા, પોતાની પ્રશંસા, પરના છતા ગુણો ઢાંકવા, પોતાના અછતા ગુણો ગાવા, આ સર્વે નીચગોત્રના બંધહેતુ છે. ૬-૨૪
ભાવાર્થ:- નીચેનાં ૪ કારણોથી આ જીવ નીચગોત્રકર્મ બાંધે છે.
(૧) પરિનંદા= પારકાની નિંદા-કુથલી-ટીકા-તિરસ્કારઅપમાન કરવાથી. અને પારકાનાં કાર્યોને વખોડવાથી. (૨) આત્મપ્રશંસા= પોતાની પ્રશંસા-વખાણ-મોટાઇ-આડંબર કરવાથી. અને બડાઇ મારવાથી.
Jain Education International
For Private & Personal Use Only
૬-૨૪
૬-૨૪
www.jainelibrary.org