________________
૧૯૪
અધ્યાય : ૭-સૂત્ર-૧-૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય સાતમો )
૭-૧
हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिव्रतम् હિંસાવૃતસ્તેયાબ્રહ્મપરિગ્રહેભ્યો વિરતિદ્ગતમ્ ૭-૧ હિંસા-અમૃત-સ્તેય-અબ્રહ્મ-પરિગ્રહેભ્યઃ વિરતિ વ્રતમ્૭-૧
સૂત્રાર્થ : હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહથી અટકવું-વિરામ પામવો તે વ્રત કહેવાય છે. ૭-૧
ભાવાર્થ- (૧) હિંસાથી, (ર) અમૃત (અસત્ય)થી, (ર) સ્તેય (ચોરી)થી, (૪) અબ્રહ્મ(મૈથુન)થી, અને (૫) પરિગ્રહ (મૂછ-મમતા)થી અટકવું. વિરામ પામવો તેને વ્રત કહેવાય છે. આ પ્રમાણે હિંસાથી અટકવું તે પ્રાણાતિપાતવિરમણ, અમૃતથી અટકવું તે મૃષાવાદવિરમણ, ચોરીથી અટકવું તે અદત્તાદાનવિરમણ, મૈથુનથી અટકવું તે મૈથુનવિરમણ, અને પરિગ્રહથી અટકવું તે પરિગ્રહવિરમણ એમ કુલ પાંચવતો છે. જૈનશાસનમાં આ પાંચ વ્રતો આશ્રવને રોકનારાં કહ્યાં છે. ૭-૧.
देशसर्वतोऽणुमहती ७-२ દેશસર્વતણમહતી ૭-૨ દેશસર્વતો અણુ-મહતી ૭-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org