________________
૨૯૨
અધ્યાય : ૬-સૂત્ર-૨૫
તત્ત્વાર્થાધિગમસૂત્ર
(૩) સદ્ગુણાચ્છાદન= બીજાના છતા ગુણોને ઢાંકવાછુપાવવાથી. અને મોટા ગુણો નાના કરી દેખાડવાથી. (૪) અસદ્ગુણોાવન= પોતાનામાં જે ગુણો ન હોય તેને પણ છે એમ ગાવાથી. તથા નાના ગુણો હોય તેને મેરૂ જેવડા કરીને ગાવાથી.
બીજાના નાના દોષને મોટો કરવો અને મોટો ગુણ નાનો કરવો. પોતાનો નાનો ગુણ મોટો કરવો અને મોટો દોષ નાનો કરવો. તથા પોતાના છતા દોષને ઢાંકવા અને બીજાના અછતા દોષો ગાવા. આમ કરવાથી પણ આ જીવ નીચગોત્ર કર્મ બાંધ છે. ૬-૨૪.
૬-૨૫
तद्विपर्ययो नीचैर्वृत्त्यनुत्सेकौ चोत्तरस्य તદ્વિપર્યયો નીચૈવ્રુત્ત્વનુન્સેકૌ ચોત્તરસ્ય તદ્ વિપર્યયઃ નીચેઃ વૃત્તિ-અનુન્સેકૌ ચ ઉત્તરસ્ય ૬-૨૫
૬-૨૫
ભાવાર્થ:- તેનાથી વિપરીત એટલે પરપ્રશંસા, આત્મનિંદા, પોતાના છતા ગુણો ઢાંકવા, અને પરના અછતા ગુણો ગાવા, તથા નમ્ર-સ્વભાવ અને નિરભિમાનતા એ સર્વે ઉચ્ચગોત્રના બંધહેતુ છે. ૬-૨૫.
ભાવાર્થ:- ઉપરોક્ત હકીકતથી જે વિપરીત આચરણ છે તે ઉચ્ચગોત્રકર્મ બંધાવે છે. (૧) પર પ્રશંસા, (૨) આત્મનિંદા, (૩) પોતાના ગુણોનું આચ્છાદન, (૪) અને બીજાના ગુણોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org