________________
૧૯૬
અધ્યાય : ૭-સૂત્ર-૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર પોતાને અને પરને દુ:ખ અથવા ક્લેશ ન થાય તે પ્રમાણે જયણાપૂર્વક ચાલવું તે ઇયાસમિતિ ૧, મનને માઠા વિચારોથી રોકીને શુભવિચારમાં જોડવું તે મનોગુપ્તિ ૨, દોષો ન લાગે તે રીતે જરૂરિયાતવાળી વસ્તુઓ શોધવી, લેવી અને વાપરવી તે એષણાસમિતિ ૩, જરૂરિયાતવાળી વસ્તુઓને લેતાં મુક્ત ભૂમિ આદિનું અવલોકન અને પ્રમાર્જન આદિ કરવું તે આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિ ૪, આહાર પાણીની વસ્તુને બરાબર જોઈ તપાસીને જ લેવી અને પછી પણ પૂરેપૂરી ચકાસીને જ વાપરવી તે આલોકિતપનભોજન પ. આ પહેલા વ્રતની પાંચ ભાવના છે.
વિચાર કરીને ઉચિત, પરિમિત અને આવશ્યક હોય તેટલું જ બોલવું તે અનુવાચિભાષણ ૧, આવેશ-ગુસ્સો ત્યજીને બોલવું તે ક્રોધપ્રત્યાખ્યાન ર, આસક્તિ-મૂછ ત્યજીને બોલવું તે લોભપ્રત્યાખ્યાન ૩, ભય-ડરપોક્તા ત્યજીને બોલવું તે ભયપ્રત્યાખ્યાન ૪, હાંસી-ઠકો-મશ્કરી ત્યજીને બોલવું તે હાસ્યપ્રત્યાખ્યાન ૫, આ બીજા વ્રતની પાંચ ભાવના છે.
વિચારી કરીને જરૂરિયાત પ્રમાણે વિનયપૂર્વક સ્થાનની માંગણી કરવી તે અનુવાચિઅવગ્રહયાચન ૧, રહેવા માટેનું સ્થાન માગેલું હોવા છતાં વધારે સમય માટે જરૂરિયાત હોય તો વારંવાર માગવું તે અભિષ્ણઅવગ્રહયાચન ૨, સ્થાનનું પરિમાણ ધારવું તે અવગ્રહાલધારણ ૩, સમાન ધર્મવાળાએ પ્રથમ જે સ્થાન માગી લીધું હોય, અને તેની આપણને આવશ્યક્તા હોય તો તે સ્થાન તે સાધર્મિક પાસેથી આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org