________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૩
૧૯૭ માગવું તે સમાનસાધર્મિક અવગ્રહયાચન ૪, વિધિપૂર્વક ગુરુની આજ્ઞાનુસાર આહાર-પાણી લાવી, તેઓને દેખાડીને તેઓની આજ્ઞા પ્રમાણે ઉપયોગ કરવો તે અનુજ્ઞાપિત પાન ભોજન ૫, આ ત્રીજાવ્રતની પાંચ ભાવના જાણવી.
વિજાતીય વ્યક્તિ વડે સેવાયેલાં તથા પશુ અને નપુંસક વડે સેવાયેલાં આસન-શયન અને વસતિનો ત્યાગ કરવો તે સ્ત્રીપશુ પંડકસેવિત શયનાસનવર્જન ૧, કામવાસના વર્ધક વાર્તાઓ ન કરવી તે રાગયુક્તસ્ત્રી-કથાવર્જન ૨, વિજાતીય વ્યક્તિનાં કામ-વાસના ઉત્તેજક અંગો ન જોવાં તે મનોહરેન્દ્રિયાલોકવર્જન ૩, ભૂતકાળમાં ભોગવેલા ભોગો ફરીથી યાદ ન કરવા તે પૂર્વરતિક્રીડાસ્મરણવર્જન ૪, કામવાસનાવર્ધક અને વિકાર ઉત્તેજક એવી ખાણી-પીણીનો ત્યાગ કરવો તે પ્રણિતરસભોજન વર્જન ૫, આ પાંચ ચોથાવ્રતની ભાવના જાણવી.
ઇષ્ટાનિષ્ટ એવા રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને શબ્દોની પ્રાપ્તિ થાય તો પણ હર્ષ-શોક, પ્રીતિ-અપ્રીતિ, તથા આનંદ અને ગુસ્સો ન કરવો તે મનોજ્ઞામનોજ્ઞરૂપ સમભાવ ૧, ઇત્યાદિ ક્રમશ: રૂપના સ્થાને રસાદિના નામવાળી પાંચ ભાવના પાંચમાં વ્રતની જાણવી. જેમ કે મનોજ્ઞામનોજ્ઞ રસ સમભાવ વિગેરે.
ઉપરોક્ત રપ ભાવનાઓ ભાવવાથી હિંસા આદિ પાપોથી મન વિરામ પામે છે. અને વતામાં આ આત્મા વધારેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org