________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૨૩ ૧૮૯ વૈયાવચ્ચ, ૧૦ અરિહંત પ્રભુની ભક્તિ, ૧૧ આચાર્યની ભક્તિ, ૧૨ બહુશ્રુતની ભક્તિ, ૧૩ પ્રવચન ભક્તિ, ૧૪ આવશ્યકાનુષ્ઠાનનો અત્યાગ, ૧૫ મુક્તિમાર્ગની પ્રભાવના અને ૧૬. પ્રવચન પ્રત્યેની વાત્સલ્યતા, આ સોળ તીર્થકરનામકર્મનાં બંધહેતુઓ છે. ૬-૨૩
ભાવાર્થ- નીચેનાં ૧૬ કારણોથી આ જીવ તીર્થંકર નામકર્મ બાંધે છે. (૧) દર્શનવિશુદ્ધિક શંકા-કાંક્ષા આદિ અતિચારો વિનાનું
નિર્મળ સમ્યકત્વ. જિનેશ્વર પરમાત્માના ધર્મ ઉપર અત્યન્ત નિર્મળ અને દઢ શ્રદ્ધા-વિશ્વાસ, તથા આત્મા
અને દેહના ભેદજ્ઞાનની પરાકાષ્ટા. (૨) વિનયસંપન્નતા= જ્ઞાની, ઉપકારી, વડીલો, ચારિત્રવાનું
મુનિઓ તથા દર્શનાદિનાં સાધનો પ્રત્યે ઘણો જ વિનય.
હૃદયના ભક્તિભાવ પૂર્વક વિનમ્રવૃત્તિ. (૩) શીલવ્રતોમાં અનતિચાર= શીયળમાં અને શ્રાવકનાં
૧૨ તથા સાધુનાં ૫ વ્રતો પાળવામાં પ્રમાદ-રહિતતા. (૪) સતત જ્ઞાનોપયોગ= નિરંતર જ્ઞાન-ધ્યાન-સ્વાધ્યાયમાં
ઓતપ્રોતતા. (૫) સતત સંવેગપરિણામ= સંસારનાં સુખોને જ મહાબંધન
સમજી તેના ત્યાગપૂર્વક નિરંતર મોક્ષની જ માત્રા અભિલાષા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org