________________
૧૪૬
અધ્યાય : ૫-સૂત્ર-૨૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર પણ પુદ્ગલમાં જ હોય છે. અને તે અનેક પ્રકારના હોય છે. તુટવું, ભાંગવું, ચિરા થવા, વિખેરાઈ જવું આ પણ પુલમાં જ બને છે. તે ઔત્કારિક, ચૌર્ણિક, ખંડ,
પ્રતર અને અનુતટ એમ પાંચ પ્રકારે છે. અંધકાર- અંધારું એ પણ કૃષ્ણવર્ણવાળાં પુદ્ગલો જ છે.
" પરંતુ તેજના અભાવ માત્ર રૂપ આ અંધકાર નથી. છાયા - પડછાયો-પ્રતિબિંબ-ફોટો એ પણ પુદ્ગલદ્રવ્ય જ છે. આતપ - સૂર્યનો પ્રકાશ. તેજ-તડકો એ પણ પુદ્ગલનો ધર્મ છે. ઉદ્યોત - ચંદ્રનો પ્રકાશ. ચાંદની કે જે આલ્હાદજનક અને
શીતળ છે. એ પણ પુદ્ગલપરિણામ છે.
ઉપરોક્ત સર્વે ભાવો પુદ્ગલદ્રવ્યના જ છે. પુદ્ગલદ્રવ્ય જ તે તે ભાવે પરિણામ પામે છે. ત્રેવીસમા સૂત્રમાં કહેલા સ્પર્ધાદિ ગુણો પરમાણુઓમાં અને કંધોમાં એમ બન્નેમાં હોય છે. અને સદા સ્વતઃ જ હોય છે. એટલે પારિણામિક ભાવવાળા છે. જ્યારે ચોવીસમા સૂત્રમાં કહેલા શબ્દાદિ ભાવો સ્કંધોમાં જ હોય છે. અનિયતકાળે હોય છે. અને અનેક નિમિત્તોથી બને છે, માટે નૈમિત્તિકભાવવાળા છે. પ-૨૪.
માવ: ન્યાશ ૫-૨૫ અણવઃ સ્કન્ધાશ્ચ પ-૨૫ અણવઃ સ્કન્ધાઃ ચ પ-૨પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org