________________
૧૬૩
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૪૪
સૂત્રાર્થ-જીવોમાં યોગ અને ઉપયોગને આશ્રયી જે જે પર્યાયો થાય છે. તે તે પર્યાયો આદિમાન્ છે. પ-૪૪.
ભાવાર્થ-મન-વચન અને કાયા એ પુદ્ગલદ્રવ્ય હોવાથી આત્માથી પરદ્રવ્ય છે. તેના નિમિત્તથી આત્મામાં પ્રદેશોનું જે હલન-ચલન થાય છે. તેને યોગ કહેવાય છે. આ યોગ પ્રતિસમયે બદલાય છે. તેથી યોગજન્ય પર્યાયો આદિમાન્ છે. અને પરદ્રવ્યાશ્રિત છે. જ્યારે જ્ઞાન-દર્શન રૂપ ચૈતન્યશક્તિનો જે વપરાશ છે. તેને ઉપયોગ કહેવાય છે. તે શક્તિની જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમને અનુસાર પ્રતિસમયે જે હાનિ-વૃદ્ધિ થાય છે તે ઉપયોગજન્ય પર્યાયો છે અને તે પણ આદિમાન્ છે તથા સ્વદ્રવ્યાશ્રિત છે આ પ્રમાણે જીવદ્રવ્યમાં યોગજન્ય (પદ્રવ્યાશ્રિતો અને ઉપયોગજન્ય (સ્વદ્રવ્યાશ્રિત) પર્યાયો આદિમાનું છે. પ-૪૪.
પાંચમો અધ્યાય સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org