________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૪૨ ૧૬૧ એકાન્ત નિત્ય માને છે. બૌદ્ધદર્શન દ્રવ્યને એકાન્ત અનિત્ય (ક્ષણિક) માને છે. જ્યારે જૈનદર્શનકાર દ્રવ્યને નિત્યાનિત્ય કહે છે. જેમકે સોનું દ્રવ્ય પોતાનું દ્રવ્યપણે કાયમ રાખીને કડા-કુંડલ રૂપે પરિવર્તન પામે છે. માટે સર્વે દ્રવ્યો નિત્યાનિત્ય છે. એટલે કે સર્વે દ્રવ્યો પર્યાયવાળાં છે. અને પર્યાયને આશ્રયી દ્રવ્યો અનિત્ય પણ છે. પ-૪૧.
अनादिरादिमांश्च પ-૪૨ અનાદિરાદિમાં% પ-૪૨
અનાદિઃ આદિમાન્ ચ પ-૪૨ સૂત્રાર્થ-આ પર્યાયો અનાદિ પણ હોય છે. અને આદિવાળા (સાદિ) પણ હોય છે. પ-૪ર.
ભાવાર્થઃ પર્યાયો અનાદિ અને સાદિ એમ બે પ્રકારના હોય છે. જેમકે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યની લોકાકાશપ્રમાણ જે આકૃતિ છે. તેવા પર્યાયો અનાદિ છે. મેરૂપર્વત. શાશ્વતચૈત્યો તથા શાશ્વત વિમાનો આદિ પર્યાયો હોવા છતાં પણ અનાદિ છે અને ઘટ, પટ આદિ પર્યાયો સાદિ છે. જીવમાં પણ જ્ઞાનાદિગુણ-વાળાપણું અસંખ્યાતપ્રદેશ-વાળાપણું તે અનાદિ છે. પરંતુ જ્ઞાનાદિગુણોમાં જે હાનિ-વૃદ્ધિ થાય છે તે સાદિ છે. જો કે પર્યાય પરિવર્તનાત્મક હોવાથી સાદિ જ હોય છે. તો પણ વિવફાવશથી અનાદિ અને સાદિ એમ બન્ને પ્રકારના કહેવાય છે. પ-૪૨.
૧૧ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org