________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૩૯-૪૦ ૧૫૯
સઃ અનન્તસમયઃ પ-૩૯ સૂત્રાર્થ-તે કાલદ્રવ્ય અનત્તસમય પ્રમાણ છે. પ-૩૯.
ભાવાર્થ- ભૂતકાલ અનન્તો ગયો છે. ભવિષ્યકાલ અનન્તો આવવાનો છે તે તમામ કાલના જો અવિભાજ્ય અંશો કરવામાં આવે તો અનન્તા થાય છે. તે અનંતા અવિભાજ્ય અંશોને જ સમય કહેવાય છે. આંખના એક પલકારામાં પણ આવા અસંખ્ય સમય પસાર થાય છે. તો ત્રણે કાલના મળીને અનંતા સમયો થાય તેમાં શું આશ્ચર્ય? ભાલાથી સો કમલને વિંધવાના દૃષ્ટાંતથી, વસ્ત્રને તુરત ફાડવામાં તન્તને તુટવાના દૃષ્ટાંતથી, અને પ્લેનની ૧ ફૂટ અને વાંચની ગતિના ઉદાહરણથી કાલના (એક સેકંડના) પણ ઘણા ભાગો થાય છે તે આપણે સ્વયં સમજી શકીએ તેમ છીએ. પ-૩૯.
દ્રવ્યથા નિW TUTI: ૫-૪૦ દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણાઃ ૫-૪૦ દ્રવ્ય-આશ્રયાઃ નિર્ગુણાઃ ગુણાઃ પ-૪૦
સૂત્રાર્થ-દ્રવ્યના આશ્રયે જે રહે અને સ્વયં પોતે નિર્ગુણ હોય તે ગુણ કહેવાય છે. પ-૪૦.
ભાવાર્થ-સૂત્ર-૩૭માં દ્રવ્યનું લક્ષણ કરીને હવે આ ૪૦માં સૂત્રમાં ગુણનું અને ૪૧મા સૂત્રમાં પર્યાયનું લક્ષણ કહે છે. ગુણો હંમેશાં દ્રવ્યોમાં જ વર્તે છે. દ્રવ્ય વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org