________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૩૭-૩૮ ૧૫૭ પુદ્ગલોના બંધનું સ્વરૂપ સમજાવ્યું. રપમાં સૂત્રમાં અણુ અને
સ્કંધ કહ્યા છે. તેથી અણુઓના મીલનથી અંધ બને છે. તેમાં સ્નિગ્ધતા અને રુક્ષતા કારણ છે. તેથી સ્નિગ્ધતા અને રુક્ષતાનું આ વર્ણન કર્યું છે. એમ જાણવું. પ-૩૬.
TUપર્યાયવત્ દ્રવ્યમ્ ૫-૩૭ ગુણપર્યાયવ દ્રવ્યમ્ ૫-૩૭
ગુણ-પર્યાયવ દ્રવ્યમ્ પ-૩૭
સૂત્રાર્થ-ગુણ અને પર્યાયવાળો જે પદાર્થ છે. તે દ્રવ્ય કહેવાય છે. પ-૩૭.
ભાવાર્થ- દ્રવ્યની સાથે સદા રહે તે ગુણ, અને દ્રવ્યમાં આવે અને જાય તે પર્યાય. એટલે કે સહવર્તી ધર્મ તે ગુણ અને ક્રમવર્તી ધર્મ તે પર્યાય. સહભાવિત્વ એ ગુણનું અને ક્રમભાવિત્વ એ પર્યાયનું લક્ષણ છે. જેમ કે જ્ઞાન-દર્શનચારિત્રાદિ જે છે તે ગુણ. અને દેવ-નરક-તિર્યંચાદિ જે અવસ્થા છે તે પર્યાય. આ જીવના ગુણપર્યાય કહ્યા. એવી જ રીતે વર્ણગંધ-રસ અને સ્પર્શ એ પુદ્ગલના ગુણ. અને પૂરણ – ગલન અથવા ઘટ-પટ અવસ્થા તે પર્યાય સમજવા. આ ગુણ અને પર્યાયો જેમાં વર્તે છે તે દ્રવ્ય કહેવાય છે. ગુણ અને પર્યાયોનો જે આધાર છે તે ધર્માદિ પાંચ દ્રવ્ય કહેવાય છે. પ-૩૭.
कालश्चेत्येके કાલÀત્યેકે
પ-૩૮ ૫-૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org