________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય ઃ ૬-સૂત્ર-૧૬-૧૭
૧૮૩
એવો જે કાષાયિક પરિણામ તે ચારિત્રમોહનીયના બંધનો
હેતુ છે.
૬-૧૫
ભાવાર્થઃ- સમ્યક્ત્વ-સંયમ-ત્યાગ આદિ ગુણોવાળા મહાત્મા પુરુષોની કષાયપૂર્વક નિંદા-ટીકા કરવાથી, ખોટા આક્ષેપો કરવાથી, તેમની સાધનામાં વિઘ્નો ઉભાં કરવાથી, સ્વયં પોતે ક્રોધ-માન-માયા-લોભાદિ કષાયો કરવાથી અને બીજાને ક્રોધાદિ થાય તેવું બોલવાથી તથા તેવા પ્રકારના હાવ-ભાવ કરવાથી, તથા મનમાં અત્યંત કઠોર પરિણામ લાવવાથી આ જીવ ચારિત્રમોહનીયકર્મ બાંધે છે. ૬-૧૫.
૬-૧૬
बहारम्भ-परिग्रहत्वं च नारकस्यायुषः બહારંભ-પરિગ્રહત્વ ચ નારકસ્યાયુષઃ બહુ-આરંભ-પરિગ્રહત્વ ચ નારકસ્ય આયુષઃ ૬-૧૬
૬-૧૬
સૂત્રાર્થ : ઘણા આરંભ-સમારંભ અને અતિશય પરિગ્રહપણું આ બંન્ને નરકના આયુષ્યના બંધહેતુ છે. ૬-૧૬
ભાવાર્થ:- ઘણા મોટા આરંભ-સમારંભ એટલે કે ઘણી જ હિંસા, મોટાં જુઠાણાં, મોટી ભયંકર ચોરીઓ ક૨વાથી તથા ઘણી જ મમતા, મૂર્છા-ધનસંગ્રહ આદિ કરવાથી તથા અતિશય તીવ્ર કષાયના ઉદયવાળા પરિણામો કરવાથી આ જીવ નરકગતિનું આયુષ્યકર્મ બાંધે છે. ૬-૧૬.
माया तैर्यग्योनस्य
Jain Education International
૬-૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org