________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૧૦ ૧૭૭
વસ્તુ મુકવી તે સહસા ૩, અને વિચાર્યા વિના ઉપયોગ રહિતપણે ગમે તેમ વસ્તુઓ ભૂમિ જોયા વિના મુકવી તે
અનાભોગ ૪, એમ નિક્ષેપના ચાર ભેદ છે. (૩) સંયોગ-વસ્તુઓનો સંયોગ કરવો, બે-ત્રણ વસ્તુ ભેગી
કરવી તે સંયોગ. તેના ૨ ભેદ છે. (૧) ભક્તપાન અને (૨) ઉપકરણ. (૧) ભક્તપાન-ભોજન અને પાણી, ભોજનને સ્વાદિષ્ટ કરવા બે વસ્તુ ભેગી કરવી, જેમ રોટલી સાથે ગોળમુરંબ્બો, શાક અને દાળ વગેરે, તથા ભાત સાથે દાળશાક-ચટણી વગેરે નાખી વધુ સ્વાદવાળું કરવું તે. (૨) ઉપકરણ- વસ્ત્રો વગેરે, ઉપર-નીચેના વસ્ત્રોનું મેચીંગ કરવું તે, એક વસ્ત્ર નવું પહેર્યું હોય તો બીજું પણ નવું જ પહેરવું, એક જે કલરનું પહેર્યું હોય ત્યાં
બીજું પણ તે જ કલરનું પહેરવું વગેરે. (૪) નિસર્ગ-છોડવું-મુકવું-ત્યજી દેવું. તેના ૩ ભેદો છે
(૧) મનોનિસર્ગ-મનમાં શાસ્ત્રથી વિરુદ્ધ વિચારો કરવા. (૨) વચનનિસર્ગ-વચનદ્વારા શાસ્ત્ર વિરુદ્ધ બોલવું. ખોટી
શિખામણ આપવી, કોઈ માણસને ખોટે રસ્તે ચડાવવો. (૩) કાયનિસર્ગ-કાયાને દુરાચારમાં નાખવી, અગ્નિસ્નાન
કરવું. જલમાં ડૂબી મરવું, ગળે ફાંસો ખાવો,
આપઘાત કરવો વગેરે. આ ૧૧ ભેદો બીજા નંબરના અજીવાધિકરણના ભેદો છે.
૧ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org