________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૯
૧૭૫ આદ્ય સંરંભ-સમારંભ-આરંભ-યોગ-કૃત-કારિતઅનુમત-કપાય-વિશેષે -ત્રિ-ત્રિ-ત્રિ-ચતુચ એકશઃ ૬-૯
સૂત્રાર્થ- સંરંભ, સમારંભ, અને આરંભ, એમ ૩ ભેદ, તેના ત્રણયોગ આશ્રયી ૯ ભેદ, તેના કરવું, કરાવવું અને અનુમોદવું આશ્રયી ર૭ ભેદ, તેના ક્રોધાદિ ચારકષાયો વડે ૧૦૮ ભેદ પ્રથમ અધિકરણના થાય છે. ૬-૯.
ભાવાર્થ - જીવ અને અજીવ એમ બે પ્રકારના અધિકરણમાં પ્રથમ જીવ અધિકરણ છે. તેના ૧૦૮ ભેદો થાય છે. (૧) સંરંભ પાપાદિ કર્મો કરવાનો મનમાં સંકલ્પ કરવો. (૨) સમારંભ=પાપાદિ કર્મો કરવાની સાધનસામગ્રી મેળવવી, તૈયારી કરવી અને (૩) આરંભ=પાપાદિ કર્મો કરવાં. આ ત્રણે મનથી-વચનથી અને કાયાથી થાય છે. ૩*૩=૯ તથા કરવું, કરાવવું અને અનુમોદવું. એમ-૩ પ્રકારો હોવાથી ૯*૩=૨૭ તથા ક્રોધ-માન-માયા-લોભ એમ ચાર કષાય પ્રેરિત ચાર પ્રકાર હોવાથી ર૭૮૪=૧૦૮ ભેદો થાય છે. સંરંભાદિ ૩, મનોયોગાદિ ૩, કરવું વગેરે ૩, અને ક્રોધાદિ કષાયો ૪, પરસ્પર ગુણવાથી ૩૮૩૪૩૪=૧૦૮ ભેદો છે આ ૧૦૮ ભેદો પ્રથમપણે કહેલા જીવાધિકરણના જાણવા. કારણ કે જીવમાં જ આ બધા ભાવો થાય છે. ૧. ક્રોધકૃત કાયસંરંભ, ૨. ક્રોધકૃત કાયસમારંભ ઇત્યાદિ રીતે ૧૦૮ ભેદો જાણવા. ૬-૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org