________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૭
૧૭૩ (૪) અજ્ઞાતભાવ= અજાણતાં જે પાપો થઈ જાય,
અણસમજમાં ભૂલથી-અજ્ઞાનથી જે પાપો થઇ જાય, તેમાં મંદકર્મ બંધાય છે.
(૫) વીર્ય= શારીરિક શક્તિ, જેમ જેમ શરીરમાં વધારે શક્તિ
હોય, પ્રથમસંઘયણ હોય તેમ તેમ જીવ ઘણું વધારે પાપ અને ઘણું વધારે પુણ્ય કરી શકે છે. તથા શરીરમાં શક્તિ મંદ-મંદ હોય તેમ તેમ ઓછું ઓછું પાપ-પુણ્ય કરી શકે છે. છઠ્ઠા સંઘયણવાળો ઓછું પાપ-પુણ્ય કરી શકે છે તેથી નીચે ર નરક સુધી. અને ઉપર ૪ દેવલોક સુધી જ જાય છે. પ્રથમસંઘયણવાળો જીવ ઉપર અનુત્તર અને મોક્ષ સુધી અને નીચે સાતમી નરક સુધી એમ બધે જ જાય
(૬) અધિકરણ= શસ્ત્ર, ભિન્ન-ભિન્ન શસ્ત્રોથી થતી હિંસા
આદિની ક્રિયામાં પરિણામ જુદા-જુદા આવવાથી પાપ ઓછું-વધતું બંધાય છે. જેમ કોઈ એક માણસ બીજાને મુઠી મારે, કોઈ લાકડી મારે, કોઈ ચપ્પ મારે, અને કોઇ તલવાર મારે, તેમાં પરિણામની તીવ્રતા વધારે વધારે હોય છે.
ઉપરોક્ત છ પ્રકારે પાપ-પુણ્યના આશ્રવો તીવ્રમંદાદિપણે અનેક પ્રકારે થાય છે. ૬-૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org