________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૭૧
(૨૧) આરંભિકીક્રિયા-પૃથ્વીકાયાદિનો આરંભ-સમારંભ થાય,
તેવાં કામો કરવાં.
અધ્યાય : ૬-સૂત્ર-૬
(૨૨) પારિગ્રહિકીક્રિયા-લોભથી ઘણું ધન મેળવવું, ધન મેળવી તેના ઉપર ઘણી જ મૂર્છા-મમતા કરવી.
(૨૩) માયાપ્રત્યયિકી ક્રિયા-ધર્મક્રિયાઓ કરતાં માયા-કપટજૂઠ-છળ-પ્રપંચો કરવા તે.
(૨૪) મિથ્યાદર્શનક્રિયા-આ લોક તથા પરલોકના સુખોની ઇચ્છાથી સાંસારિક દેવ-દેવીઓની સાધના કરવી તે. મિથ્યાત્વભાવની પુષ્ટિ થાય તેવાં કાર્યો કરવાં. તથા મિથ્યાત્વવાળી ક્રિયા કરનારાની પ્રશંસા કરવી. તેમાં તેને દૃઢ કરવો. ઇત્યાદિ.
(૨૫) અપ્રત્યાખ્યાનિકીક્રિયા-જે પાપો જીવનમાં ન જ કરવાનાં હોય, છતાં તેનો મન-વચન અને કાયાથી જો ત્યાગ ન કર્યો હોય, તો તેના પ્રત્યેની પાપ કરવાની ભાવના અટકી નથી માટે આશ્રવ.
અહીં ઇર્યાપથ નામની પાંચમી ક્રિયા વિના શેષ ૨૪ ક્રિયાઓ કષાયયુક્ત હોવાથી સાંપ૨ાયિકબંધના હેતુભૂત છે. ઇર્યાપથને જે આમાં લીધી છે. તે ક્રિયા માત્રપણું સમાન હોવાથી બહુલતાથી લીધી છે. તેમ જાણવું. તથા પાંચ ઇન્દ્રિયો દ્વારા વિષયોનો ઉપયોગ કરવો, તેમાં જે મોહાસક્તિ કરવી તે આશ્રવ છે. એમ જાણવું. ૬-૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org