________________
• ૩૬.
૧૭)
અધ્યાય : ૬-સૂત્ર-૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૧૪) સામત્તાનુપાતિકીક્રિયા- જ્યાં લોકોની દૃષ્ટિ પડતી
હોય, લોકોની અવર-જવર હોય તેવા માર્ગમાં મળમૂત્ર કરવાં, અશુચિ નાખવી, લોકોને દુર્ગછા ઉપજે
તેવું કાર્ય કરવું વગેરે. (૧૫) અનાભોગક્રિયા-વસ્તુને નાખતાં નીચેની ભૂમિ ન જોવી. અને - તે ભૂમિની પ્રમાર્જના ન કરવી. (૧૬) સ્વહસ્તક્રિયા- અન્યનું કામ અભિમાનથી પોતાના હાથે
કરવું. પોતાના હાથે બીજાનો વિનાશ, અહિત, ખોટું
કરવું અને તેનું માન કરવું. (૧૭) નિસર્ગક્રિયા-પાપનાં કાર્યો કરવાની બીજાને સમ્મતિ
આપવી. જીવોની હિંસા થાય તેવી રીતેં ઉંદરાદિના
દરો ઉપર ગરમ ગરમ પાણી વગેરે પરઠવવું. તે (૧૮) વિદારણક્રિયા-લાકડાં ફાડવાં, કપડાં ચીરવાં, તથા
અન્યલોકનાં ગુપ્ત પાપો જાણ્યાં હોય તો તે જગતમાં
પ્રકાશિત કરવાં. (૧૯) આનયનિકીક્રિયા-શાસ્ત્રોમાં જે આજ્ઞા છે તેનાથી વિરૂદ્ધ
પ્રરૂપણા કરવી. પોતે ન પાલી શકે એટલે પોતાના બચાવ માટે અને પોતાના દોષોને ઢાંકવા માટે ગમે તેમ
બોલવું. (૨૦) અનવકાંક્ષક્રિયા-જિનેશ્વર ભગવાને બતાવેલી વિધિનો
પ્રમાદથી અનાદર કરવો. ઉપેક્ષા કરવી. વિધિ ન સાચવવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org