________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૬
તેવી રીતે કાયાનો ઉપયોગ કરવો, લડાઇ, મારામારી, તથા પથ્થરબાજી જેવી ક્રિયા કરવી તે.
૧૬૯
(૭) અધિકરણિકીક્રિયા-હિંસાનાં સાધનો ચપ્પુ, છરી, ભાલા, તરવાર, બંદુક, વ.બનાવવાં, સુધારવાં, ખરીદવાં અને વેચવાં. (૮) પ્રાદોષિકીક્રિયા-અણગમતી વસ્તુ આવે અથવા દેખાય ત્યારે દ્વેષ કરવો, દાઝ કરવી વગેરે.
(૯) પારિતાપનિકીક્રિયા- પોતાના મનને અથવા બીજાના મનને સંતાપ (ત્રાસ-ચિંતા) ઉત્પન્ન થાય તેવી પ્રવૃત્તિ કરવી. (૧૦) પ્રાણાતિપાતિકીક્રિયા-પોતાનો કે પ૨નો વિનાશ થાય તેવી પ્રવૃત્તિ કરવી તે. જેમ કે કીડી, ઉંદર, મકોડાના દરો ઉપર ચાલવું, ઘાસ ખૂંદવું, સાપ, વિંછી ઉપર પગ મૂકવો, પાણીમાં ચાલવું વગેરે.
(૧૧) દર્શનક્રિયા- સ્ત્રી-ઘર-કપડાં તથા અલંકારાદિને રાગથી જોવાં, બહુ સારાં-સારાં છે એમ વખાણવાં, જોઇ જોઇને અતિશય રાજી થવું તે.
(૧૨) સ્પર્શનક્રિયાઃ- સ્ત્રી-ધર-કપડાં-દાગીના-બાળકો આદિને રાગથી સ્પર્શ કરવો, રમાડવું, રમવું. તેઓને આલિંગન કરવું, પ્રેમપૂર્વક ભેટવું ઇત્યાદિ.
(૧૩) પ્રત્યયક્રિયા પૂર્વે ન થયેલાં પોતાની બુદ્ધિથી નવાં નવાં શસ્ત્રો બનાવવાં જેમ કે એટમબોંબ, અણુબોંબ, દારૂગોળો વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org