SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૬ તેવી રીતે કાયાનો ઉપયોગ કરવો, લડાઇ, મારામારી, તથા પથ્થરબાજી જેવી ક્રિયા કરવી તે. ૧૬૯ (૭) અધિકરણિકીક્રિયા-હિંસાનાં સાધનો ચપ્પુ, છરી, ભાલા, તરવાર, બંદુક, વ.બનાવવાં, સુધારવાં, ખરીદવાં અને વેચવાં. (૮) પ્રાદોષિકીક્રિયા-અણગમતી વસ્તુ આવે અથવા દેખાય ત્યારે દ્વેષ કરવો, દાઝ કરવી વગેરે. (૯) પારિતાપનિકીક્રિયા- પોતાના મનને અથવા બીજાના મનને સંતાપ (ત્રાસ-ચિંતા) ઉત્પન્ન થાય તેવી પ્રવૃત્તિ કરવી. (૧૦) પ્રાણાતિપાતિકીક્રિયા-પોતાનો કે પ૨નો વિનાશ થાય તેવી પ્રવૃત્તિ કરવી તે. જેમ કે કીડી, ઉંદર, મકોડાના દરો ઉપર ચાલવું, ઘાસ ખૂંદવું, સાપ, વિંછી ઉપર પગ મૂકવો, પાણીમાં ચાલવું વગેરે. (૧૧) દર્શનક્રિયા- સ્ત્રી-ઘર-કપડાં તથા અલંકારાદિને રાગથી જોવાં, બહુ સારાં-સારાં છે એમ વખાણવાં, જોઇ જોઇને અતિશય રાજી થવું તે. (૧૨) સ્પર્શનક્રિયાઃ- સ્ત્રી-ધર-કપડાં-દાગીના-બાળકો આદિને રાગથી સ્પર્શ કરવો, રમાડવું, રમવું. તેઓને આલિંગન કરવું, પ્રેમપૂર્વક ભેટવું ઇત્યાદિ. (૧૩) પ્રત્યયક્રિયા પૂર્વે ન થયેલાં પોતાની બુદ્ધિથી નવાં નવાં શસ્ત્રો બનાવવાં જેમ કે એટમબોંબ, અણુબોંબ, દારૂગોળો વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy