SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ • ૩૬. ૧૭) અધ્યાય : ૬-સૂત્ર-૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૧૪) સામત્તાનુપાતિકીક્રિયા- જ્યાં લોકોની દૃષ્ટિ પડતી હોય, લોકોની અવર-જવર હોય તેવા માર્ગમાં મળમૂત્ર કરવાં, અશુચિ નાખવી, લોકોને દુર્ગછા ઉપજે તેવું કાર્ય કરવું વગેરે. (૧૫) અનાભોગક્રિયા-વસ્તુને નાખતાં નીચેની ભૂમિ ન જોવી. અને - તે ભૂમિની પ્રમાર્જના ન કરવી. (૧૬) સ્વહસ્તક્રિયા- અન્યનું કામ અભિમાનથી પોતાના હાથે કરવું. પોતાના હાથે બીજાનો વિનાશ, અહિત, ખોટું કરવું અને તેનું માન કરવું. (૧૭) નિસર્ગક્રિયા-પાપનાં કાર્યો કરવાની બીજાને સમ્મતિ આપવી. જીવોની હિંસા થાય તેવી રીતેં ઉંદરાદિના દરો ઉપર ગરમ ગરમ પાણી વગેરે પરઠવવું. તે (૧૮) વિદારણક્રિયા-લાકડાં ફાડવાં, કપડાં ચીરવાં, તથા અન્યલોકનાં ગુપ્ત પાપો જાણ્યાં હોય તો તે જગતમાં પ્રકાશિત કરવાં. (૧૯) આનયનિકીક્રિયા-શાસ્ત્રોમાં જે આજ્ઞા છે તેનાથી વિરૂદ્ધ પ્રરૂપણા કરવી. પોતે ન પાલી શકે એટલે પોતાના બચાવ માટે અને પોતાના દોષોને ઢાંકવા માટે ગમે તેમ બોલવું. (૨૦) અનવકાંક્ષક્રિયા-જિનેશ્વર ભગવાને બતાવેલી વિધિનો પ્રમાદથી અનાદર કરવો. ઉપેક્ષા કરવી. વિધિ ન સાચવવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy