________________
૧૭૮
અધ્યાય : ૬-સૂત્ર-૧૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર આ પ્રમાણે જીવ અધિકરણના ૧૦૮ અને અજીવ અધિકરણના મૂલથી ૪ ભેદો છે તેના ઉત્તરભેદો ૨+૪+૨+૩=૧૧ છે. તેના દ્વારા આ જીવ પાપકર્મો કરે છે. માટે જીવ કર્મોનો કર્યા છે અને અજીવ પાપો કરવામાં સહાયક-મદદગાર છે. એ રીતે બન્ને અધિકરણરૂપ છે. ૬-૧૦.
૬-૧૧
तत्प्रदोष-निह्नव-मात्सर्यान्तरायासादनोपघाताज्ञानदर्शनावरणयोः ૬-૧૧ ત~દોષ-નિતંવ-માત્સર્યાન્તરાયાસાદનોપઘાતાજ્ઞાનદર્શનાવરણયોઃ
૬-૧૧ તસ્ત્રદોષ-નિલવ-માત્સર્ય-અન્તરાય-આસાદનઉપઘાતાઃ જ્ઞાનદર્શનાવરણયોઃ
સૂત્રાર્થ-તે (જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાનનાં સાધનો) ઉપર (૧) અત્યન્ત દ્વેષ, (૨) નિહ્મવ, (૩) માત્સર્ય, (૪) અંતરાય, (૫) આસાદન, અને (૬) ઉપઘાત કરવો. એ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના આશ્રવો છે. ૬-૧૧.
ભાવાર્થ- જ્ઞાનાવરણીય આદિ એકેક કર્મો શું શું કરવાથી બંધાય છે? તે હવે સમજાવે છે. આ સૂત્રમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયકર્મના આશ્રવ સમજાવે છે. જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાનનાં સાધનો ઉપર (૧) ઘણો દ્વેષ કરવાથી, (૨) તેમનું નામ છુપાવવાથી, (૩) તેમના પ્રત્યે ઈર્ષા, દોઝ અને અદેખાઈ રાખવાથી, (૪) વચ્ચે વચ્ચે વિપ્નો ઉભા કરવાથી, (પ) તેમના પ્રત્યે અનાદરભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org