SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૧૦ ૧૭૭ વસ્તુ મુકવી તે સહસા ૩, અને વિચાર્યા વિના ઉપયોગ રહિતપણે ગમે તેમ વસ્તુઓ ભૂમિ જોયા વિના મુકવી તે અનાભોગ ૪, એમ નિક્ષેપના ચાર ભેદ છે. (૩) સંયોગ-વસ્તુઓનો સંયોગ કરવો, બે-ત્રણ વસ્તુ ભેગી કરવી તે સંયોગ. તેના ૨ ભેદ છે. (૧) ભક્તપાન અને (૨) ઉપકરણ. (૧) ભક્તપાન-ભોજન અને પાણી, ભોજનને સ્વાદિષ્ટ કરવા બે વસ્તુ ભેગી કરવી, જેમ રોટલી સાથે ગોળમુરંબ્બો, શાક અને દાળ વગેરે, તથા ભાત સાથે દાળશાક-ચટણી વગેરે નાખી વધુ સ્વાદવાળું કરવું તે. (૨) ઉપકરણ- વસ્ત્રો વગેરે, ઉપર-નીચેના વસ્ત્રોનું મેચીંગ કરવું તે, એક વસ્ત્ર નવું પહેર્યું હોય તો બીજું પણ નવું જ પહેરવું, એક જે કલરનું પહેર્યું હોય ત્યાં બીજું પણ તે જ કલરનું પહેરવું વગેરે. (૪) નિસર્ગ-છોડવું-મુકવું-ત્યજી દેવું. તેના ૩ ભેદો છે (૧) મનોનિસર્ગ-મનમાં શાસ્ત્રથી વિરુદ્ધ વિચારો કરવા. (૨) વચનનિસર્ગ-વચનદ્વારા શાસ્ત્ર વિરુદ્ધ બોલવું. ખોટી શિખામણ આપવી, કોઈ માણસને ખોટે રસ્તે ચડાવવો. (૩) કાયનિસર્ગ-કાયાને દુરાચારમાં નાખવી, અગ્નિસ્નાન કરવું. જલમાં ડૂબી મરવું, ગળે ફાંસો ખાવો, આપઘાત કરવો વગેરે. આ ૧૧ ભેદો બીજા નંબરના અજીવાધિકરણના ભેદો છે. ૧ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy