________________
૧૬૬ અધ્યાય : ૬-સૂત્ર-૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર મારામારી કરવી, ચોરી કરવી, દૂરાચાર સેવવા, આ ત્રણે અશુભ યોગો છે અને તેનાથી પાપનો આશ્રવ થાય છે. શુભયોગ એ પુણ્યનો અને અશુભયોગ એ પાપનો આશ્રવ છે. ૬-૨,૩,૪. સષા#િષાયોઃ સાપરીયશ્નપથયો. ૬-૫ સકષાયાકષાયયોઃ સામ્પરાયિકેર્યાપથયોઃ ૬-૫ સકષાય-અકષાયયોઃ સામ્પરાયિક-ઈર્યાપથયોઃ ૬-૫
સૂત્રાર્થ-સકષાય (કષાયવાળા) જીવોનો જે આશ્રવ તે સામ્પરાયિક આશ્રવ કહેવાય છે. અને અકષાય (કષાય વિનાના) જીવોનો જે આશ્રવ તે ઇર્યાપથિક આશ્રવ કહેવાય છે. ૬-૫.
ભાવાર્થ:- ૧થી૧૦ ગુણસ્થાનકવાળા જીવોનો મનવચન-કાયાનો જે યોગ છે તે સકષાય (કષાયવાળો) યોગ છે એટલે તેનાથી થતા આશ્રવને સામ્પરાયિક આશ્રવ કહેવાય છે. કારણ કે સંપરાય એટલે કષાય, તે વાળો જે આશ્રવ તે સામ્પરાયિક આશ્રવ સમજવો. સાપરાયિક આશ્રવમાં પ્રકૃતિસ્થિતિ-રસ અને પ્રદેશ એમ ચાર પ્રકારનો કર્મ બંધ થાય છે. અને ઇર્યાપથિક આશ્રવમાં માત્ર પ્રકૃતિ અને પ્રદેશ એમ બે જ પ્રકારનો કર્મ બંધ થાય છે.
તથા ૧૧-૧૨ અને ૧૩માં ગુણઠાણાવર્તી જે જીવો છે. તે કષાય વિનાના છે, એટલે અકષાયી કહેવાય છે. તે જીવોની મન-વચન અને કાયાની જે પ્રવૃત્તિ તે અકષાયી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org