________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૬-સૂત્ર-૪
અણુમ: પાપસ્ય ૬-૪
અશુભઃ પાપસ્ય ૬-૪ અશુભઃ પાપસ્ય ૬-૪
સૂત્રાર્થ- શુભાશુભ એવો જે યોગ છે. તેને જ આશ્રવ કહેવાય છે શુભયોગ એ પુણ્યનો આશ્રવ છે. અને અશુભયોગ એ પાપનો આશ્રવ છે. ૬-૨,૩,૪.
૧૬૫
ભાવાર્થ- તે મન-વચન અને કાયાના યોગને જ આશ્રવ કહેવાય છે. કારણ કે તે ત્રણે પ્રકારની યોગાત્મક પ્રવૃત્તિઓથી આ જીવમાં કર્મો આવે છે. જેનાથી કર્મો આવે તે આશ્રવ કહેવાય.
મન-વચન અને કાયાનો જે શુભયોગ છે. તે પુણ્યનો આશ્રવ છે. અને જે અશુભયોગ છે. તે પાપનો આશ્રવ છે. જેમ મનથી સારા વિચારો કરવા, સ્વાધ્યાય કરવો, તત્ત્વચિંતન કરવું, સ્વ અને પરનું હિત વિચારવું તે મનનો શુભયોગ. સારૂં બોલવું, કોઇને તત્ત્વ સમજાવવું, કષાયોથી અટકાવવા હિતશિખામણ આપવી, તે વચનનો શુભયોગ અને કાયાથી પરનું હિત કરવું, દેવ-ગુરુ-ધર્મની પૂજા-સેવા-ભક્તિ કરવી, માંદા માણસોની વૈયાવચ્ચ કરવી, તીર્થ યાત્રાદિ શુભ કાર્યો કરવાં તે કાયાનો શુભયોગ, આ ત્રણે શુભયોગોથી ૪૨ પ્રકારે પુણ્યનો આશ્રવ થાય છે.
Jain Education International
તથા મનમાં બીજાનું અશુભ વિચારવું, વચનથી મેણાંવ્યંગ, કટાક્ષ, અને આવેશવાળાં વચનો બોલવાં, તથા કાયાથી
For Private & Personal Use Only
www.jainelibrary.org