________________
૧૬૨ અધ્યાય : ૫-સૂત્ર-૪૩-૪૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર
रूपिष्वादिमान् ५-४3 રૂપિધ્વાદિમાન્ પ-૪૩
રૂપિષ આદિમાન્ પ-૪૩ સૂત્રાર્થનરૂપી એવા પુદ્ગલાસ્તિકાય દ્રવ્યોમાં આ પર્યાયો આદિવાળા છે. પ-૪૩.
ભાવાર્થ-રૂપી એવા પુદ્ગલાસ્તિકાયમાં પર્યાયો સાદિ છે. ઘટ-પટ ટેબલ-ખુરશી-ગાડી આવી પૂલ પૌત્રલિક વસ્તુઓ ઉત્પન્ન થતી અને નાશ પામતી નજરે દેખાય છે. માટે તે સર્વે પર્યાયો સાદિવાળા છે. જો કે સર્વે દ્રવ્યોના સર્વે પર્યાયો પરિવર્તનાત્મક હોવાથી સાદિ જ છે. તો પણ સ્કૂલ વ્યવહારનયથી જેના પર્યાયો આવા અનુભવાતા નથી. પ્રતિસમયમાં થતું પૂરણ-ગલન દૃષ્ટિમાં આવતું નથી. તેથી તેવા પર્યાયોને અનાદિ કહ્યા છે. જેમ કે મેરૂપર્વતની આકૃતિમાં પણ પૂરણ-ગલન હોવાથી પરિવર્તન છે. તો પણ તે પરિવર્તન વ્યવહારથી અનુભવગોચર નથી માટે અનાદિ કહેવાય છે. અને જે પુદ્ગલાસ્તિકાયના સ્કંધોમાં સઘાત અને ભેદ થતો દેખાય છે. તે પર્યાયો સાદિ કહ્યા છે. પ-૪૩.
યોનોપોનો નીષ પ-૪૪ યોગોપયોગી જીવેષ પ-૪૪ યોગ-ઉપયોગી જીવેષ પ-૪૪
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org